ETV Bharat / state

Valsad Monsoon News : ઉમરગામમાં અનરાધાર વરસાદથી સંજાણ અન્ડરપાસમાં ભરાયા પાણી, વારોલી નદી બે કાંઠે વહી - Varoli River

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને વરસી રહ્યો છે. વરસાદ સંજાણના રહિશો માટે આપદા બનીને આવ્યો છે. વરસાદના કારણે સંજાણ અન્ડરપાસમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનિય છે કે, સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદી બે કાંઠે વહી રહી છે.

Valsad Monsoon News : ઉમરગામમાં અનરાધાર વરસાદથી સંજાણ અન્ડરપાસમાં ભરાયા પાણી, વારોલી નદી બે કાંઠે વહી

author img

By

Published : Jun 26, 2023, 4:28 PM IST

વરસાદ સંજાણના રહિશો માટે આપદા

સંજાણ : ગુજરાતભરમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સંજાણના રહિશો માટે વરસાદ આપદા સમાન સાબિત થઈ રહ્યો છે. સંજાણ ખાતે આવેલ રેલવે અન્ડરપાસમ વરસાદી માહોલમાં વાહનચાલકો માટે મુસીબત બન્યો છે. અન્ડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ડરપાસમાં ભરાયા પાણી : રવિવારથી વરસી રહેલો વરસાદ સંજાણના રહિશો માટે આપદા સમાન બન્યો છે. આ વિસ્તારમાં રેલવે અન્ડરપાસ મુખ્ય આવાગમન માટેનો માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી પાણીના ભરાવા સાથે કાદવ કિચડ થતો હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.

જીવાદોરી સમાન માર્ગ : સંજાણ અન્ડરપાસ ઉમરગામ શહેર, ઉમરગામ GIDC અને મહારાષ્ટ્ર તરફ આવાગમન માટેનો મુખ્ય માર્ગ છે. જેમાં વરસાદી પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. વહેલી સવારે GIDC માં કામ અર્થે જતા કામદારો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે, સંજાણમાં નવા બનેલા રેલવે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યા બાદ હાલ અન્ડરપાસ એક જ જીવાદોરી સમાન માર્ગ હતો.

વારોલી નદી બે કાંઠે વહી : ઉમરગામ તાલુકામાં છેલ્લા 28 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ઉપરવાસમાં મહારાષ્ટ્રના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેનું વરસાદી પાણી સંજાણ નજીક પસાર થતી વારોલી નદીમાં આવતા નદી બે કાંઠે વહી રહી છે.

ખેડૂતોની મુશ્કેલી વધી : વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે જૂન માસની 15 તારીખ બાદ વરસાદનું વિધિવત આગમન થઈ જાય છે. પરંતુ આ વખતે 5 જૂન પહેલા જ વરસાદ દસ્તક દીધી છે. વરસાદને પગલે આંબાવાડી ધરાવતા ખેડૂતોને નુકશાનનો ભય છે. હજુ અનેક ખેડૂતો ઝાડ ઉપરથી કેરી ઉતારવાની બાકી છે. અચાનક વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.

  1. Valsad Rain: વલસાડ જિલ્લામાં અનેક સ્થળે વરસાદની એન્ટ્રી થતા ખેડૂતોમાં ચિંતા વધી
  2. Gujarat Weather Updates:અમદાવાદના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી વરસાદ શરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.