ETV Bharat / state

Valsad Crime : પોલીસને જોઈને ડ્રાઈવ દૂધનું ટેન્કર મૂકીને ફરાર, ટેન્કરમાંથી નીકળ્યો નશો - Valsad Liquor seized milk tanker disguise

વલસાડમાં દૂધના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી પોલીસે અટકાવી છે. પોલીસને જોઈને ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થઈ ગયો હતો. ટેન્કરમાંથી અંદાજે 1 લાખથી વધુનો દારુ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેવી રીતે પોલીસે આ દારુ ઝડપી પાડ્યો જૂઓ.

Valsad Crime : પોલીસને જોઈને ડ્રાઈવ દૂધનું ટેન્કર મૂકીને ફરાર, ટેન્કરમાંથી નીકળ્યો નશો

author img

By

Published : Jul 8, 2023, 7:34 PM IST

વલસાડમાં દૂધના ટેન્કરની આડમાં દારૂ હેરાફેરી પોલીસે અટકાવી

વલસાડ : બુટલગરો દારૂ પોલીસની નજરથી બચાવી લઈ જવા માટે અનેક પ્રકારની તરકીબ અપનાવતા હોય છે, ત્યારે વલસાડમાં દૂધના ટેન્કરમાં દારૂ હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે. ટેન્કરની અંદરથી નીકળેલા દારૂના બોક્સને જોઈને એક સમયે તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે અંદાજે દૂધના ટેન્કરમાંથી એક લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો.

કેવી રીતે ઝડપાયો દારુ : વલસાડ પોલીસ ટીમ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળેલી હતી કે, સુરત તરફ ટેન્કરમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમી આધારે વલસાડના સુગર ફેક્ટરી હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમી આધારે દૂધનું ટેન્કર આવતા પોલીસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેન્કર ચાલક ઓવરબ્રિજ નીચે ઉતારીને વાપી તરફ ભાગવા જતા રોડ પર ટેન્કર મૂકીને ભાગી છૂટ્યો હતો.

દૂધના ટેન્કરની આડમાં દારૂ લઈ જવાઈ રહ્યો છે. જે અંગે નાકાબંધી ગોઠવી તપાસ કરતા બાતમી વાળી ટેન્કર આવતા તેને અટકાવવાની કોશિશ કરતાં ટેન્કર ચાલક ટેન્કરને બ્રિજ નીચે હંકારી લઈ જઈ શખ્સ ફરાર થઇ ગયા હતો. પોલીસની નજર ચૂકવી દારૂ લઈ જવા અનેક અખતરા કરે છે, પરંતુ પોલીસ દરેક પેતરા પાર પડવા દેતી નથી. આમ પોલીસે દૂધના ટેન્કરની આડમાં લઈ જવાતો 1.28 લાખના દારૂના જથ્થાને ઝડપી લીધો છે. - એન.સી. સગર (PSI, રૂરલ પોલીસ મથક)

પોલીસે શંકાના આધારે ટેન્કર જોયું : સુગર ફેકટરીના સર્વિસ રોડ પર પોલીસની ટીમને જોઈએ દૂધની ટેન્કરનો ચાલકો ટેન્કર મૂકી ભાગી છૂટ્યા બાદ પોલીસને શંકા વધુ પ્રબળ બની હતી. પોલીસે દુધના ટેન્કરના ઢાંકણ ખોલીને જોતા ટેન્કરના અંદરના ભાગે ખાનાઓમાં કોરોગેટેડ બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ ટેન્કરને પોલીસ મથકે લઈ આવી હતી. જે બાદ પોલીસે ટેન્કરમાંથી દારૂના બોક્ષ બહાર કાઢી ગણતરી કરી હતી. જેમાં 1.28 લાખનો કિંમતનો દારૂ કબજે લેવાયો હતો. પોલીસે ટેન્કર અને દારૂ મળી કુલ ચાર લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Vadodara Crime : વડોદરામાં મહાઠગ હર્ષિલ લીંબચીયા દારૂ પીતો હતો ને ઘર બહાર પોલીસ જાપ્તો તૈનાત, પેરોલ પર જલસાની નવી વાત
  2. Ahmedabad Crime : નરોડામાં આધેડને દારૂ પીવડાવી હત્યા કરી નાખી, પોલીસે બિહારમાં વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન
  3. Ahmedabad Crime : AMCના પાર્કિંગ બન્યું દારૂનું ગોડાઉન, મહિને માત્ર 2 હજારમાં જગ્યા રાખતા ભાડે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.