- પરિવાર સાથે દમણની મોજ માણી પરત ફરતો પોલોસ કર્મી સાથે દારૂ લઈ જતો હતો
- કારમાંથી 226 બોટલ દારૂ મળી આવ્યો 2 આરોપી વોન્ટેડ
- LCBને મળેલી પૂર્વ બાતમીના આધારે કાર અટકાવી તપાસ કરતા દારૂ મળ્યો
વલસાડઃ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ-16-CB-5412માં દમણથી દારૂનો જથ્થો ભરી એક મહિલા સાથે કારનો ચાલક સુરત તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ધમડાચી હાઇવે પાસે એપીએમસી સામે કારને અટકાવી હતી. કારમાં ચાલક અને તેની બાજુમાં એક મહિલા નાના બાળક સાથે બેઠી હતી. LCBના જવાનોએ કારના ચાલકને ઉતારી કારને ચેક કરતા ડ્રાઈવરની સીટ પાછળ અને ડેકીમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ ભરુચ બે અલગ સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો, 9 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
પાલેજ પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કર્મી વલસાડ LCBના હાથે ઝડપાયો
કાર ચાલક દીપકભાઈ રમણભાઈ પરમાર પાલેજ પોલીસ લાઈનમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. મમતા દીપકભાઈ પરમાર અને તેના દીકરાને ડિટેન કર્યા હતા. LCBની ટીમે DSP કચેરીએ આવીને કારમાંથી દારૂનો જથ્થો ગણતા 226 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત 87,800, મોબાઈલ ફોન 3 અને ટેબ્લેટ મળી કુલ 6.02 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મમતાબહેનના વલસાડમાં સંબંધી રહેતા હોવાથી બાળકને ત્યાં મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ અહીં કોઈ રહેતું ન હોવાનું જણાવ્યું હતું.

વલસાડ રૂરલ પોલીસ મથક માં ભરૂચના પોલીસ કર્મી સામે ફરિયાદ કરી દાખલ
LCBની ટીમે ભરૂચના પોલીસ જવાન દિપક પરમાર અને મમતા પરમાર સામે રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દિપક પરમાર પાસેથી પોલીસનું ID કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ દારૂના ખેપિયાઓની અવનવી તરકીબ, કન્ટેનરમાં ખાનું બનાવી લઇ જવાતો 10 લાખથી વધુનો દારૂ ઝડપાયો
પોલીસ જવાન વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
તમામ ડોક્યુમેન્ટ કબજે કરી માલ ભરાવી આપનાર બે શખ્સને વોન્ટેડ જાહેર કરી પોલીસ જવાન વિરૂદ્ધ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ વલસાડ LCBની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે કારમાં પોતાની સાથે દારૂ લઈ જતા પોલીસ કર્મીને ઝડપી લઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.