વલસાડ: LCB પોલીસે પારડી દમણી ઝાપા નજીકથી દોઢ માસ અગાઉ પારડીમાં એક બંગલામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા 2 ઇસમોને ઝડપી પારડી પોલીસને સોંપ્યા હતા.
LCB PSI રાઠોડ અને તેમની ટીમને બાતમી મળી હતી કે દોઢ માસ અગાવ પારડી તુલસી હોટલ નજીકના બંગલામાં થયેલી ચોરીમાં સંડોવાયેલા 2 ઈસમો પારડી દમણી ઝાપા હાઇવે ઓવરબ્રિજ નીચે ભેગા થવાના હતા તેવી માહિતી મળતા વોચ ગોઠવી સુનિલ જીતેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર નંદ કિશોર શર્માને ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી વિદેશી ચલણના અલગ અલગ દરના સિક્કા, મોબાઈલ ફોન, જુદા જુદા બેકના ડેબિટ કાર્ડ મળી કુલ રૂપિયા મુદ્દામાલ મળી આવતા બંને ઇસમોને તાબામાં લઈ પારડી પોલિસને સોંપ્યા હતા.
તેમની વધુ પૂછપરછ કરતા પારડી પોલિસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયો હતો. જે ગુનો પણ ડિટેકટ થયો છે. વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે.