ETV Bharat / state

વલસાડ LCBએ ખજૂરડી ગામે ફાર્મ હાઉસમાં કરી રેડ, 13 જુગારિયાને પકડી 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો - Valsad News

વલસાડ જિલ્લાના ખજૂરડી ગામે LCB રેડ કરી જુગાર રમતા 13 પત્તાપ્રેમિને ઝડપી પાડ્યા હતા. PI ગામીત અને તેમની ટીમે રેડ પાડીને સ્થળ પરથી દારૂ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વલસાડ LCBએ ખજૂરડી ગામે ફાર્મ હાઉસમાં કરી રેડ,  13 જુગારિયાને દબોચી 3લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

author img

By

Published : Jul 6, 2020, 6:13 PM IST

વલસાડ LCBની ખજૂરડી ગામે રેડ

  • વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખજૂરડી ગામે રેડ કરી 13 શકુનીને ઝડપી પાડ્યા
  • વલસાડ LCBએ ખજૂરડી ગામે ફાર્મ હાઉસમાં કરી રેડ
  • ખજૂરડી ગામે જુગાર રમતા 13 શકુની ઝડપાયા

વલસાડઃ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખજૂરડી ગામે નવી નગરીમાં રેડ કરતા જુગાર રમતા 13 શકુનીને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી દારૂની બોટલો, 14 મોબાઈલ, 2 મોટરસાયકલ અને જુગારના રૂપિયા 1,7940 મળી કુલ રૂપિયા 3,84,655નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. જોકે LCB એ તેઓને ઝડપી લીધા હતા. તે પૈકીના ડુંગરી પોલીસે કરેલી રેડમાં પણ જુગાર રમતા કેટલાક આરોપી ઝડપાયા હતા.

વલસાડ LCBએ ખજૂરડી ગામે ફાર્મ હાઉસમાં કરી રેડ, 13 જુગારિયાને દબોચી 3લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

વલસાડમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ કર્મીઓ દ્વારા વલસાડ નજીકમાં આવેલા ખજૂરડી ગામના ધનોરી રોડ પર આવેલા મુન્નેશ ઇન્દ્રજીત ચોકસીના ફાર્મ હાઉસમાં દિવ્યેશ હરેશ શર્મા નામનો ધનોરી કણબી વાડનો ઈશમ જુગાર ધામ ચલાવી રહ્યો હતો. તેજ સમયે LCBPI ગામીત અને તેમની ટિમ છાપો મારતા સ્થળ પરથી દારૂની 2 લીટરની બોટલ કિંમત રૂપિયા 1600, ગંજીફા ની કેટ 11 જુગારના દાવના રૂપિયા 1,79,410 મોબાઈલ ફોન 14 જેની કિંમત 1,48,500, 2 બાઇક 5,5000 મળી કુલ રૂપિયા 3,84,655નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. મહત્વનું છે કે, પકડાયેલા લોકો પૈકીના 2 વ્યક્તિ અગાઉ પણ ડુંગરી પોલીસે કરેલા જુગારની રેડમાં પકડાયા હતા.

ખજૂરડી ફાર્મ હાઉસમાંથી પકડાએલા, જગદીશ બાબુ પટેલ, કેતન દેવરાજ મકવાણા, ભદ્રેશ બાબુ પટેલ, રાકેશ ભાણા આહીર રહે ખાભલા ચીખલી, સુનિલ ગોરે ભાઈ લુહાર, અંકિત છતરલાલ ચપલોત, પૂનમ ભાઈ પંચાલ, ધર્મેશ મકન પટેલ રહે ખાંભલા ચીખલી, જય પ્રવીણ આહીર ડેગામ આહીર ફળીયા, દિનેશ મણિલાલ આહીર રહે કસવાવ વ્યારા, મનીષ જ્યંતી ભાઈ મેડિયા રહે ચનોદ વાપી આમ 13 લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ માટે LCB એ કેસ વલસાડ રૂરલ પોલિસને સોંપી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અચાનક પડેલી રેડ અને એમાં પણ અગાઉ પકડાયેલા જ શકુની ફરી પકડાઈ જતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.