વલસાડઃ જિલ્લામાં હાલ કોરોનાને લાઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રોજ કમાઈને રોજ ખાનારો વર્ગ બેરોજગાર બન્યો છે. આદિવાસી વિસ્તારમાં રહેતા અને શ્રમિક વર્ગના પરિવારો માટે વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વલસાડ અનાવિલ પરિવાર દ્વારા અનાજની કીટ, માસ્ક વિતરણ અને કોરોના જેવી બીમારી અંગે લોકોને જાગૃતતા માટે બીમારી અંગે તકેદારી રાખવા માહિતીગાર કર્યા હતા.
લોકડાઉન શરૂ થતાં જ કપરાડા જેવા અંતરિયાળ તાલુકાના ગામોમાં શ્રમિક વર્ગ જે રોજિંદા કમાઇને રોજ ખાતો હતો. તે લોકડાઉનને પગલે બેરોજગાર બન્યો છે. આવા પરિવાર માટે આર્થિક તંગીને કારણે ઘરમાં અનાજ રાશન મેળવવુ મુશ્કેલ બની રહ્યો હોય ત્યારે વલસાડ જિલ્લા પોલીસ એલ. સી. બી. ક્રાઈમ બ્રાન્ચ વિભાગ અને અનાવિલ પરિવાર વલસાડના સહયોગ દ્વારા કપરાડા તાલુકાના આરણાઈ, નળી મધની આમધા, જેવા ગામોમાં પહોંચી 150 થી વધુ લોકોને અનાજની કીટ માસ્ક બિસ્કિટ સહિતની ચીજો જરૂરિયાત મંદ એવા પરિવારોને આપવામાં આવી હતી.
કપરાડાના દરેક ગામોમાં વિતરણ માટે સાથે આવેલા એલ સી બી પી આઇ ડી ટી ગામીત અને પી એસ આઇ સી એચ પનારાની ટીમેએ લોકોને કોરોના જેવી ગંભીર બીમારી અંગે બચવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, દરેક લોકોથી બને એટલું દૂર ઉભા રહેવું અને જો શરદી ખાંસી તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા માટે પણ લોકોને સૂચન કરી જાણકારી આપી હતી.
જોકે ગ્રામીણ કક્ષાએ પોલીસનું ઉદાર અને સમાજીક દાયિત્વ અદા કરતા સ્વરૂપને જોઈને સ્થાનિકો પણ તેમની કામગીરી અંગે આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે વલસાડ પોલીસ માત્ર કાયદાનો કડકાઈથી અમલ નથી કરાવતી સાથે સાથે જરૂર પડ્યે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હાથ લંબાવવાનું પણ ચૂકતી નથી પોલિસને પણ દરેક જરૂરિયાત મંદ લોકો માટે લાગણી છે દરેક પોલીસ કર્મીઓ પણ મનુષ્ય જ છે જેથી અન્યની લાગણી પણ તે બખૂબી સમજી શકે છે.