વલસાડઃ કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના વિજેતા ઉમેદવાર સાથે વલસાડના ઈન્ચાર્જ PI ખૂલ્લી જીપમાં ફરી રહ્યા હતા. તે સમયે તેમનો આ જીપ ચલાવતો ફોટો (Valsad PI driven Sarpanch Car) સોશિયલ મીડિયામાં વાઈરલ (Valsad PI Photo Viral) થયો હતો. જોકે, તે સમયે જીપ લોકોથી ખચોખચ (Sarpanch rally of Kosamba gram panchayat) ભરેલી હતી. તેમ જ કોઈએ માસ્ક પણ નહતું પહેર્યું. આ ઉપરાંત PIએ વર્દીમાં ડ્રાઈવિંગ કર્યું હતું. તેનો ફોટો વાઈરલ થયો હતો. જેના કારણે સુરતના રેન્જ IGના (Surat Range IG suspends Valsad PI) આદેશ પછી તેમને સસ્પેન્ડ (Valsad Incharge PI Suspend) કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- આરોપીને VIP ટ્રીટમેન્ટ આપી કોર્ટમાં લઇ જવા મામલે મોરબીના બે પોલીસકર્મી સસ્પેન્ડ
સોશિયલ મીડિયામાં વાયરલ ફોટો બાદ IGએ પગલાં લીધા
આ અંગે મળતી માહિતી અનુસાર, વલસાડના તત્કાલીન ઈન્ચાર્જ સિટી PI વી. એચ. જાડેજા થોડા સમય પહેલાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોના દિવસે કોસંબા ગ્રામ પંચાયતના સરપંચના વિજેતા ઉમેદવાર સાથે (Sarpanch rally of Kosamba gram panchayat) મોડિફાઈડ કરેલી ખૂલ્લી જીપમાં પોલીસની વર્દીમાં ડ્રાઈવિંગ કરતા જોવા મળ્યા હતા. તેમનો આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Valsad PI Photo Viral) થયા હતા, જેના કારણે સુરત રેન્જ IGના આદેશથી સસ્પેન્ડ કરી (Valsad Incharge PI Suspend) દેવાયા છે.
આ પણ વાંચો- કચ્છમાં ત્રણ પોલીસ કર્મીને કારમાં વીડિયો બનાવવાનું ભારે પડ્યું, SP દ્વારા સસ્પેન્ડ કરાયા
મત ગણતરીના દિવસે PIએ ચલાવી હતી કાર
કોસંબા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 22 ડિસેમ્બર 2021એ યોજાયેલી મત ગણતરીમાં સરપંચ (Sarpanch rally of Kosamba gram panchayat) તરીકે જીતેલા ઉમેદવાર કિરીટકુમાર દામોદરભાઇ ટંડેલે ખૂલ્લી જીપ (GJ 15 CJ 1927)માં રેલી યોજી હતી. જોકે, આ જીપ બીજું કોઈ નહીં, પરંતુ સસ્પેન્ડેડ PI વી. એચ. જાડેજા (Valsad Incharge PI Suspend) ચલાવતા હતા
પ્રહરી સંસ્થાના પ્રમુખે SPને આવેદનપત્ર આપી પોલીસની ગરીમા જળવાય તે બાબતે જાણ કરી હતી
આ બાબતે પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડના પ્રમુખ સંકેત દેસાઈએ આ જીપ અંગે RTOની વેબસાઈટ પર તપાસ કરતા તેના PUC અને ઈન્શ્યોરન્સની માન્યતા પૂરી થઈ ગઈ હતી. જ્યારે આ મોડીફાઈડ કરેલી આ ખૂલ્લી જીપમાં ગેરકાયદે રીતે ટ્રેક્ટરના પાછળના ભાગે હોય તેવા મોટા જાડા ટાયરો બેસાડવામાં આવ્યા છે. આવા વાહન સામે પોલીસે ખરેખર તો ગુનો દાખલ કરવાને બદલે જવાબદાર વર્દીદારી PIએ હોંશે હોંશે જીપના ડ્રાઈવિંગ સીટ પર બેસીને હંકારી તેમ જ ફોટા પણ પડાવ્યા હતા. આ તમામ આક્ષેપ સાથે સંકેત દેસાઈએ વલસાડ DSPને આવેદનપત્ર સુપ્રત કરીને ગુજરાત પોલીસ પ્રશાસનની ગરિમાને લાંછન લગાડવા બદલ PI જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
PI છટકબારી શોધતા હતા
કરફયૂના કાયદા હેઠળ નવ વર વધુ વિરુદ્ધ PI જાડેજાએ નિયમ મુજબ કાર્યવાહી કરી હોવાને લઈને તેઓ કોઈ આકરી ખાતાકીય કાર્યવાહીથી બચી ગયા હતા, પરંતુ કોસંબા ગામે સરપંચની વિજય રેલીમાં ખૂલ્લી મોડીફાઈડ જીપમાં બેસીને ફોટોસેશન કરાવવાનું તેમને ભારે પડી ગયું છે. સુરત રેન્જ IGના આદેશ (Surat Range IG suspends Valsad PI) અંતર્ગત PI વી.એચ.જાડેજાને સસ્પેન્ડ (Valsad Incharge PI Suspend) કરી દેવાયા છે.