આગામી તારીખ 23ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણી માટે વલસાડ જિલ્લા સરકારી તંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે, આ અંગેની જાણકારી આપતા શનિવારના રોજ જિલ્લા કલેકટર સી આર ખરસાણ દ્વારા કહ્યુ કે, વલસાડ અને ડાંગ 26 લોકસભા બેઠક ઉપર કુલ 158905 મતદારો 2057 મતદાન મથકો ઉપરથી મતદાન કરશે 2057 મતદાન મથકો ઉપર 10820 જેટલો પોલીગ સ્ટાફ રહેશે.
મતદાન મથક મુજબ 2509 બેલેટ યુનિટ, 2504 કંટ્રોલ યુનિટ,2595 વી વી પેટ મશીનનો ઉપયોગ કરવામાં આવશે, આ વખતે જિલ્લામાં 6 જેટલા દિવ્યાંગ મતદાન મથકો છે જ્યાં સ્ટાફ પણ દિવ્યાંગ જ હશે જ્યારે 33 સખી મતદાન મથકો રહેશે જેમાં તમામ સ્ટાફ મહિલા હશે, તો સુરક્ષા અને સલામતી માટે સમગ્ર વલસાડ અને ડાંગ જિલ્લામાં એસ આર પી એફ 212,સી એ પી એફ 534,પોલીસ કર્મીઓ 2013,હોમગાર્ડ 2502 ફરજ બજાવશે ની માહિતી એસ પી સુનિલ જોશીએ આપી હતી.
મહત્વનુ કે, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે સરકારી તંત્ર ખડે પગે સજ્જ હોવાનું પણ જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું, યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેકટર સી આર ખરસાણ વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.