ETV Bharat / state

Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી, સબસિડી બાદ કરતાં પણ ડીઝલ મોંઘું - fishing license

વલસાડના માછીમારો માટે (Fishermen in Gujarat ) મુશ્કેલ સ્થિતિ છે.. માછીમારી બોટમાં ઉપયોગ થતાં ડીઝલ માટે માછીમારો (Valsad fishermen)દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સબસિડી પંદર રૂપિયા કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા પંદર દિવસમાં ફિશર મંડળીના ડીઝલ પંપ ઉપર 87 રૂપિયાના ભાવ હતો જે વધીને 114 રૂપિયા થઈ જતા માછીમારોની હાલત કફોડી બની છે.

Valsad fishermen: ડીઝલના ભાવો વધતા માછીમારની હાલત કફોડી સબસીડી બાદ કરતાં પણ ડીઝલ પડી રહ્યું છે મોંઘું

author img

By

Published : Mar 23, 2022, 8:19 AM IST

વલસાડ: ડીઝલ પંપ ઉપર પ્રતિ લીટરે 87 રૂપિયાના ભાવે મળતું ડીઝલ માત્ર 15 દિવસમાં 114 રૂપિયા ભાવ થઈ જતા સબસિડી બાદ કરતાં પણ માછીમારો માટે ડીઝલ મોંઘું બની રહ્યું છે. જેને પગલે મછલી પકડવા દરિયામાં (Valsad beaches)જતા અનેક માછીમારોએ પોતાનો વ્યવસાય બંધ કરવાનો વારો આવે એવી દહેશત ઉભી થઇ રહી છે. માછીમારી કરવા ગયેલી અનેક બોટ હાલ ડીઝલના ભાવ વધારાને લઇને કિનારે પરત ફરી છે.

માછીમારની હાલત કફોડી

15 દિવસ ફિશરીઝ ડીઝલ પંપ ઉપર 87 રૂપિયાથી વધી ડીઝલ 114 રૂપિયા થયું - જિલ્લાના લાંબા દરિયાકિનારા ઉપર વસવાટ કરતાં મોટાભાગના કાંઠા વિસ્તારના લોકો માછીમારી કરી જીવન ગુજરાન ચલાવે છે. જોકે માછીમારી કરતા લોકો માટે સરકાર દ્વારા દરિયામાં માછીમારી કરવા જતા ઉપયોગમાં લેવામાં આવતી બોટમાં ઉપયોગ થતા ડીઝલ માટે સરકારે અગાઉ બાર રૂપિયા સબસીડી નક્કી કરી હતી. પરંતુ સમયાંતરે માછીમારો(oast in valsad district gujarat)દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ તેને પંદર રૂપિયા કરવામાં આવી પરંતુ છેલ્લા પંદર દિવસમાં ફિસર મંડળીના ડીઝલ પંપ ઉપર 87 રૂપિયાના ભાવ હતો જે વધીને 114 રૂપિયા થઈ જતા માછીમારોની હાલત કફોડી બની છે. જેને પગલે દરિયામાં માછીમારી કરવા જતાં અનેક માછીમારોએ ડીઝલ મોંઘું થવાની ફરિયાદને પગલે માછીમારીનો વ્યવસાય પડતો મુકવાના વિચાર પર હોડીઓ લંગારી દીધી છે.

નવ મહિનાની સિઝનમાં ગત વર્ષે કોરોના નડ્યો અને આ વર્ષે ડીઝલનો ભાવ વધારો - દરિયા કિનારે રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા માછીમારો માટે વર્ષના 9માસ તેમનો વ્યવસાય ચાલે છે. જેમાં ગત વર્ષે કોરોના નડ્યો અને આ વખતે 15 દિવસમાં વધેલો ડીઝલનો ભાવ વધારો જેના કારણે હવે માત્ર છ માસ તેઓ નવો વ્યવસાય માટે બચ્યા છે અને એમાં પણ વધેલા ડીઝલના ભાવ તેઓના વ્યવસાય ઉપર ફટકો મારશે જેને લઇને માછીમારી કરતાં અનેક માછીમાર અગ્રણીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022 : માછીમારોએ નાણાંપ્રધાનના બજેટને માત્ર વાતોના વડા કહ્યું..!

રજૂઆતો બાદ પ્રતિ લિટરે પંદર રૂપિયા કરવામાં આવી - માત્ર માછીમારીની આજીવિકા ઉપર જીવન નિર્વાહ કરતા અનેક દરિયાકિનારે વસવાટ કરતા લોકો માટે સરકાર દ્વારા મચ્છી પકડવા સમુદ્રમાં જતા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે પ્રતિ લિટરે બાર રૂપિયા જેટલી સબસિડી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે સમયાંતરે માછીમાર સમાજની રજૂઆતો બાદ તેને પંદર રૂપિયા સરકાર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફિસર મંડળીના ડીઝલ પંપ ઉપર જ છેલ્લા પંદર દિવસમાં ડીઝલના ભાવવધારામાં પ્રતિ લિટરનો ભાવ 114 રૂપિયા ઉપર પહોંચતાં ફિશિંગ કરવા જતા માછીમારોની હાલત કફોડી બની ગઈ છે.

એક અઠવડીયા દરિયો ખેડવા 1200થી 2200 લીટર ડીઝલ બોટ દીઠ જરૂર પડે - 7 દિવસ માટે ફિશિંગ કરવા દરિયામાં જવું હોય તો 12000 થી 2200 લીટર ડીઝલ દરેક બોટ દીઠ ભરવું પડે છે. સાથે ખલાસીઓને ભોજન તેમના ખર્ચ તેમજ પકડાયેલી મચ્છી બગડી ન જાય તે માટે બોટમાં 90 ટન જેટલો બરફ પણ સાથે લઈ જવો પડે છે અને આ બરફની એક લાદીનો ભાવ 200 રૂપિયાથી 300 રૂપિયા સુધીનો હોય છે. એટલે કે બરફ અને ડીઝલ ભાવને પગલે જ માછીમારી સમાજનો અડધા નાણાં ખર્ચાઇ જતા હોય છે.

સબસિડી પ્રતિ લિટરે રૂપિયામાં નહીં પરંતુ સરકાર ટકાવારીમાં પૂરી પાડે - માછી સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર સરકાર પ્રતિ લિટરે પંદર રૂપિયા સબસિડી આપી રહી છે. પરંતુ આજના ડીઝલ પંપ ઉપરથી મળતા ડીઝલ પર સરકાર પ્રતિ લિટરે રૂપિયામાં નહીં પરંતુ ટકાવારીમાં સબસીડી આપે તેવી માંગ માછીમારી કરતા અનેક માછીમારો કરી રહ્યા છે. વળી હાલમાં ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે જેની સીધી અસર તેઓના વ્યવસાય ઉપર પણ પડી રહી છે.આમ ડીઝલના ભડકે બળતા ભાવોને કારણે સામાન્ય પ્રજા નહીં પરંતુ દરિયો ખેડવા જતા માછીમારોને પણ તેની અસર વર્તાઈ રહી છે અને આગામી દિવસમાં જો આ જ પરિસ્થિતિ રહી તો માછીમારી વ્યવસાય પણ ધીમે ધીમે મૃતપાય બને તો નવાઈ નહીં.

આ પણ વાંચોઃ Fish Production In Valsad: 2010-11ની તુલનાએ 2019-20માં માછલીનું ઉત્પાદન વધ્યું, પણ મત્સ્ય બંદરોનો વિકાસ મંદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.