ETV Bharat / state

વલસાડ જિલ્લા પોલીસ વડાએ કર્યું બોર્ડર કોન્ફરન્સનું આયોજન, ગુનેગાર આલમના મહત્ત્વના મુદ્દાઓ પર વિચારવિમર્શ - ગુનેગાર આલમ

વાપીમાં બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ એસપી કરનરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બોર્ડર પોલીસને તેમજ ઉદ્યોગકારોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર સંકલન અને ગુનેગાર આલમના મહત્ત્વના મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો.

વલસાડ જિલ્લા પોલીસ વડાએ કર્યું બોર્ડર કોન્ફરન્સનું આયોજન, ગુનેગાર આલમના મહત્ત્વના મુદ્દાઓ પર વિચારવિમર્શ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 7:10 PM IST

આરોપીઓ અંગે માહિતીનું આદાનપ્રદાન કરાશે

વલસાડ : વલસાડ જિલ્લાને સ્પર્શતા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના નાસિક-પાલઘર જિલ્લાઓના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસવડાએ બોર્ડર કોન્ફરન્સ યોજી હતી. કાયદો વ્યવસ્થામાં સંકલન, ગુનેગારો, દારૂના આરોપીઓ, હત્યાના આરોપીઓ અંગે એકબીજાને માહિતી પૂરી પાડવા ઉપરાંત કોમ્બિન્ગ, નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા એકબીજાંને મદદરૂપ થવા ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ બોર્ડર કોન્ફરન્સમાં 75 અધિકારીઓ ઉપસ્થિત : બોર્ડર કોન્ફરન્સ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ એક દિવસની કોન્ફરન્સમાં સરહદી જિલ્લા એવા ડાંગ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને મહારાષ્ટ્રના પાલઘર, નાસિક જિલ્લાના SP રેન્જના ઓફિસર અને બોર્ડર પરના પોલીસથાણાના ઇન્ચાર્જ મળી કુલ 75 જેટલા પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગનો મુખ્ય હેતુ બોર્ડરને લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો હતો. આરોપીઓ અંગે માહિતીનું આદાનપ્રદાન કરાશે.

કોન્ફરન્સમાં નાસતા ફરતા આરોપીઓ, નાર્કોટિક્સ હેઠળના ગુન્હાના ગુનેગારો, હત્યાના આરોપીઓ, લિકરની હેરાફેરી કરનાર ગુનેગારો, કોસ્ટલ એરિયામાં થતી ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખી તેનું એકબીજા સાથે સંકલન સાધવું, બોર્ડર ચેકપોસ્ટ પર સમયાંતરે બંને વિસ્તારના અધિકારીઓ એકબીજાની ચેકપોસ્ટની વિઝીટ કરી જરૂરી માહિતીનું આદાન પ્રદાન કરે, વાહન ચેકિંગ સહિત આરોપીઓને પકડવા હાથ ધરાતા કોમ્બિંગમાં સંકલન સાધી શકે તેવા પરસ્પર એકબીજાને સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી... કરણરાજ વાઘેલા (વલસાડ જિલ્લા પોલીસ વડા)

ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા : વધુમાં વલસાડ જિલ્લો અને દમણ દાદરા નગર હવેલી ઔદ્યોગિક વિસ્તાર છે. ત્યારે આ ઉદ્યોગોને સ્પર્શતા ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો અને તે સિવાયના અન્ય પ્રશ્નો અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જે માટે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતિષ પટેલ, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલેશ ભટ્ટ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જીગ્નેશ બારી તેમજ એસોસિએશનના હોદ્દેદારો પણ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પણ તેમને નડતી મુશ્કેલીઓ અંગે જરૂરી સૂચનો સાથે ચર્ચા કરી હતી.

કાયદો વ્યવસ્થા જાળવવામાં ઉત્તમ કામગીરીનો ઉદેશ્ય : આ ઉપરાંત આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવનાર હોય તેની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ બોર્ડર કોન્ફરન્સમાં ચૂંટણી અધિકારીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમની સાથે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ, ઇન્ટર,સ્ટેટના જે મુદ્દાઓ છે. એ અંગે આગોતરા આયોજન સાથે ચર્ચા કરવામાં આવી હતી. કુલ મળીને બંને તરફ જરૂરી માહિતીનું આદાન પ્રદાન થાય, પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાતા કોઈપણ પ્રકારના ક્રાઈમ બાબતે બોર્ડર પરના પોલીસ જવાનો સતર્ક રહે, કાયદો વ્યવસ્થા જાળવવામાં ઉત્તમ કામગીરી થાય તે ઉદેશ્ય હતો.

ગૃહ રાજ્યમંત્રીના આદેશ બાદ આયોજન : ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના DGP, IG રેન્જના વાબાંગ ઝમીરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ વડાએ આ બોર્ડર કોન્ફરન્સનું આયોજન કરી પોલીસ અધિકારીઓને કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી મદદ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.

  1. 31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન
  2. અમદાવાદમાં 29 મી ભારતીય પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન, નેટ ઝીરો વોટર શા માટે જરૂરી જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.