વલસાડ: જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતમાં આગામી સમયમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે શનિવારે ચૂંટણી આયોગ સચિવે જાહેર નામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જિલ્લા પંચાયતની 38 બેઠકો અને 6 તાલુકા પંચાયતની કુલ 158 બેઠકો માટે ફાળવણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જેમાં વલસાડ જિલ્લા પંચાયતની 38 પૈકી અનુસૂચિત આદિજાતી સ્ત્રી 13,અનુસૂચિત આદિજાતિ સામાન્ય 12, બક્ષીપંચ સ્ત્રી 2, બક્ષીપંચ સામાન્ય 2, બિન અનામત માટે 4 અને સામાન્ય સ્ત્રી માટે 4 બેઠકો જાહેર કરવામાં આવી છે. જો કે, ધરમપુર તાલુકા પંચાયતની બારોલીયા બેઠક સતત બે વર્ષથી અનુસૂચિત આદિજાતિ સ્ત્રી જાહેર થયા બાદ આ વર્ષે એટલે કે સતત ત્રીજા વર્ષે પણ એ જ જાહેર થતા રાજકારણ ગરમાયું છે.
બેઠક જાહેર થયા બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઇ રહ્યા છે. ખુદ ભાજપ પક્ષમાંજ ધરમપુરની બારોલીયા બેઠકને લઈને અનેક ચર્ચાઓ ઉઠી રહી છે .જો કે, કપરાડા તાલુકા પંચાયની 30 બેઠક, વલસાડ તાલુકા પંચાયતની 32 બેઠકો પણ જાહેર કરી દેવામાં આવી છે.
તાલુકા મુજબ બેઠકની વાત કરીએ તો તાલુકા પંચાયતમાં વાપીમાં કુલ 20 બેઠકો છે. જેમાં અનુસૂચિત જાતિ સામાન્ય 1, અનુસૂચિત આદિજાતિ મહિલા 5, અનુસૂચિત આદિજાતિ સામાન્ય 5, સમાજિક અને શૈક્ષણિક પછાત મહિલા 1, સામાજિક અને શૈક્ષિણીક પછાત સામાન્ય 1, સામાન્ય સ્ત્રી 1, બિન અનામત 3, જ્યારે તાલુકા પંચાયત કાપરડામાં કુલ 30 બેઠકોમાં અનુસૂચિત જાતિ મહિલા 1, અનુસૂચિત આદિજાતિ માહિલા 15 અને અનિસૂચિત આદિજાતિ 14 બેઠક અને બિન અનામત 0 બેઠક છે.
પારડી તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ બેઠકો 22 છે. જેમાં અનુસૂચિત જાતિ 1, અનુસૂચિત આદિજાતિ મહિલા 7, અનુસૂચિત આદિજાતિ 7, સામાન્ય શૈક્ષણિક પછાત મહિલા 1, સામાન્ય શૈક્ષણિક પછાત 1, સામાન્ય સ્ત્રી 3 બેઠક અને બિન અનામત 2 મળી કુલ 22 બેઠકોનો સમાવેશ થાય છે. ધરમપુર તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ બેઠકો 24માં અનુસૂચિત જાતિની 1, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી 12, અનુસૂચિત આદિજાતિ 11, સામાન્ય અને બિન અનામત 0 છે.
વલસાડ તાલુકા પંચાયતની વાત કરીએ તો કુલ બેઠક 32માં અનુસૂચિત જાતિ 1, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી 7, અનુસૂચિત આદિજાતિ 6, સામાજિક અને શૈક્ષિણીક પછાત સ્ત્રી 2, સમાજિક અને શૈક્ષણિક પછાત 1, સામાન્ય સ્ત્રી 7, બિન અનામત 8ની બેઠકો હાલ રાજ્ય ચૂંટણી આયોગ સચિવ દ્વારા જાહેર કરવામાં આવી છે.
ધરમપુર, વલસાડ, પારડી અને કાપરડામાં અનેક બેઠકો રિવાઇઝ થઈ જતા ગત વર્ષે ચૂંટણી લડી તાલુકા અને જિલ્લા પંચાયતમાં આવેલા અનેક રાજકીય આગેવાનોની કારકિર્દી ઉપર અંતિમ ચરણમાં હોવાનું જાણકારો માની રહ્યા છે. વળી ચૂંટણી આવતા પૂર્વે બેઠકોની સ્થિતિ જાહેર થતા રાજકારણ ગરમાયું છે.