આ અંગે ACBએ જાહેર કરેલ વિગત મુજબ ઉદવાડા ગામમાં રહેતા એક જાગૃત નાગરિક ઉદવાડા ઝરી ફળિયામાં 2 એકર જમીન ખરીદવા માંગતા હતા. જેના માટે ગ્રામ પંચાયતના ઠરાવની જરૂર હોય છે તેથી તેને પંચાયતમાં અરજી કરી હતી. ત્યાર બાદ આરોપી ધીરૂભાઈ આહિરનો સંપર્ક કરતાં તેણે ઠરાવના અવેજ પેટે પપ્પુભાઈ પટેલ ઉપસરપંચ ઉદવાડા ગામ, અને વિમલભાઈ ટંડેલ - તલાટી કમ મંત્રી ઉદવાડાના વતી તેઓનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી, આ ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવામાં આવ્યું હતું જેમાં આરોપી ધીરૂભાઈ આહિર, પપ્પુભાઈ પટેલ અને વિમલભાઈ ટંડેલનાં કહેવાથી 45,000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતો. જેની પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.