વલસાડ: જિલ્લા સહિત દમણ અને સેલવાસમાં મંગળવારે વધુ 49 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે ત્રણેય વિસ્તારમાંથી કુલ 51 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, વલસાડમાં વધુ 2 દર્દીના મોત સાથે વલસાડમાં મોતનો આંકડો 96 પર પહોંચ્યો છે.
વલસાડ જિલ્લામાં મંગળવારે વધુ 2 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે. 2 મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ કમિટી નક્કી કરશે. આ સાથે 10 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
વલસાડ કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 877
કુલ સક્રિય કેસ - 121
કુલ ડિસ્ચાર્જ - 663
કુલ મૃત્યુ - 96
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અત્યાર સુધીમાં એક જ મૃત્યુ નોંધાયું છે. સ્વસ્થ થનારા દર્દીઓનો રેટ પણ ખૂબ ઉંચો રહ્યો છે. તેમ છતાં રોજેરોજ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ પણ નોંધાઇ રહ્યા છે. મંગળવારે વધુ 24 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેની સામે 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
દાદરનગર હવેલી કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 881
કુલ સક્રિય કેસ - 218
કુલ ડિસ્ચાર્જ - 663
કુલ મૃત્યુ - 1
દાદરા નગર હવેલીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા પણ 246 પર પહોંચી હતી. જેમાં પણ ઘટાડો નોંધાવા સાથે આજના વધુ 18 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 230 પર છે.
સંઘપ્રદેશ દમણમાં પણ મંગળવારે વધુ 15 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં.
દમણ કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 892
કુલ સક્રિય કેસ - 164
કુલ ડિસ્ચાર્જ - 728
કુલ મૃત્યુ - 1
દમણમાં પણ વધુ 2 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 88 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.