ETV Bharat / state

Valsad Crime : દારૂની મહેફિલમાં વલસાડ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત 15 ઝડપાયાં - Valsad Bjap

વલસાડ પોલીસે તિથલ રોડની એક સોસાયટીના ટેરેસ ઉપર ચાલતી મહેફિલમાં દરોડો પાડ્યો હતો. જેમાં વલસાડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ સહિત અન્ય ભાજપ હોદ્દેદારો હાથે ચડી ગયા હતાં. પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે.

Valsad Crime : દારૂની મહેફિલમાં વલસાડ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત 15 ઝડપાયાં

author img

By

Published : Apr 15, 2023, 2:56 PM IST

15 લોકોની ધરપકડ

વલસાડ : વલસાડ શહેર પોલીસને બાતમી મળી હતી કે શહેરના તિથલ રોડ પરની એક સોસાયટીમાં કેટલાક લોકો દારુની મહેફિલ માણી રહ્યાં છે. જેના આધારે વલસાડ પોલીસે રાત્રી દરમ્યાન તિથલ રોડની એક સોસાયટીના ટેરેસ ઉપર ચાલતી મહેફિલમાં રેઇડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો. આ દરોડમાં વલસાડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિત અનેક ભાજપી હોદેદારો મહેફિલમાં પોલીસને હાથે ચડી ગયા હતા પોલીસે 15 લોકોની ધરપકડ કરી છે

બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ : વલસાડ તિથલ રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટીમાં બાંગ્લા નંબર 8ના ટેરેસ ઉપર જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી જેમાં મોંઘો દારૂ લાવવામાં આવ્યો હતો. અહીં ખૂબ શોરબકોર થતો હોવાથી આસપાસના કેટલાક લોકોએ વલસાડ પોલીસને 100 નંબર ઉપર કોલ કરી દીધો હતો. જેને પગલે વલસાડ સિટી પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

15થી વધુ લોકો મહેફિલ જમાવી હતી : વલસાડ કંટ્રોલ રૂમને મળેલી બાતમીને આધારે સિટી પીઆઈ અને તેમની ટીમે સ્થળ ઉપર ચેક કરતા 15 લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જન્મ દિવસની આડમાં ચાલી રહેલી દારૂની મહેફિલ જેમાં ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ સહિત 15 લોકો પોલીસને હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે દારૂની બોટલો રોકડ રકમ અને 15 થી વધુ મોબાઈલ ફોન કબ્જે લીધા છે.

આ પણ વાંચો Valsad Crime: હોસ્ટેલમાં 4 યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા, તપાસનો ધમધમાટ શરૂ

25 લાખનો મુદ્દામાલ : આદર્શ સોસાયટીમાં ચાલી રહેલી મહેફિલ ઉપર પોલીસે રેઇડ કરતા 25 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો છે. પોલીસે હાઇફાઈ પાર્ટીમાંથી મોંઘીદાટ દારૂની બોટલો 20 મોબાઈલ ફોન , 4 કાર 3 મોપેડ,અને રોકડ રૂપિયા મળી કુલ 25 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. સ્થળ ઉપરથી 20 લીટર દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો.

કોણ કોણ મહેફિલમાં ઝડપાયા : પ્રિયાંશુુ દેસાઈ ,દર્શન પટેલ,તપન પટેલ,દિનેશ આહીર, મેહુલ લાડ,દર્શન ઠાકોર,જીગ્નેશ ભાનુશાલી,પ્રગ્નેશ પટેલ, મિહિર પંચાલ ,આશિષ કેવટ,રાકેશ ઠાકરે,કૃણાલ મોરે,સૌરભ દેસાઈ,ભાર્ગવ દેસાઈ, અને નિકુલ મિસ્ત્રી નામના આરોપીઓની પોલીસે સ્થળ ઉપરથી ધરપકડ કરી છે.

આ પણ વાંચો ફાર્મ હાઉસમાં જામેલી મદીરાની મહેફિલમાં પોલીસે પાડ્યા દરોડા, પાંચ નબીરાને ઝડપ્યા

મહેફિલમાં ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ : તિથલ રોડ ઉપર આવેલી આદર્શ સોસાયટીમાં જન્મ દિનની પાર્ટી ચાલતી હતી ત્યારે મોડી રાત્રે પોલીસે રેઇડ કરતા ભાજપના યુવા મોરચામાં શહેર પ્રમુખ મહેફિલમાં પોલીસને હાથે ઝડપાઇ જતા રાજકારણ ગરમાયુ છે. સમગ્ર બાબત હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે રાત્રે જ અનેક ભાજપના કાર્યકર્તાઓ પોલીસ મથકે ભેગા થયા હતા. મહેફિલમાં પોલીસે રંગેહાથે ભાજપના કાર્યકરોને ઝડપી લેતા સમગ્ર બાબત હાલ રાજકીય બેડામાં ચર્ચાનો વિષય બની છે.

પોલીસ અધિકારીનું નિવેદન : વલસાડ ડીવાયએસપી એ. કે. વર્માએ ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું કે મોડી રાત્રે વલસાડ કન્ટ્રોલ રૂમ ઉપર ફોન આવ્યો હતો. તે બાદ બાતમીવાળી જગ્યા ઉપર વલસાડ શહેર પોલીસે રેઇડ કરી 15 ને ઝડપી લીધા છે. આમ વલસાડ પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો હતો જેમાં ભાજપમાં કેટલાક રાજકીય હોદ્દેદારો પોલીસની વરૂણીમાં આવી ગયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.