વલસાડ : પારડીના એક ગામ રહેતી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી મોટાવાઘછીપાના યુવાને શારીરિક શોષણ કર્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. યુવાન આઠ માસમાં તરુણીને ફોસલાવી ત્રણ વાર ભગાડી લઈ ગયો હતો. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી છે.
લગ્નની લાલચ આપી ભગાડી ગયો : વલસાડના પારડી તાલુકાના એક ગામમાં રહેતી સગીર યુવતીને મોટાવાઘછીપા ગામના 21 વર્ષના યુવાન નૈનેશ ગજ્જરે 8 માસ અગાઉ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઇ ગયો હતો. ત્યારબાદ યુવક ફરી ત્રણ વાર ભગાડી લઈ જઈ તરુણીના મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પરિજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી.
પોકસોનો ગુનો : ઘટના અંગે ભોગ બનનાર તરુણી દ્વારા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી નૈનેશ ગજ્જરની ધરપકડ કરી તેના વિરુદ્ધ પોલીસે પોકસો અને 376 દુષ્કર્મ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આવો ગુનો પહેલાં પણ કર્યો છે : નૈંનેશ ગુજ્જર આ અગાઉ પણ આજ પ્રકારના કેસમાં પોલીસ કેસમાં ઝડપાઇ ચુક્યો છે. તે સમયે કોઈ અન્ય યુવતી હોવાની પણ માહિતી મળી રહી હતી. જોકે ફરી નૈનેશ ગજ્જરની પોકસો અને દુષ્કર્મ પ્રકરણમાં સપડાતાં પારડી પોલીસે ધરપકડ કરી છે.
દુષ્કર્મ બાદ તરુણીના મારઝૂડ કરતો : દુષ્કર્મ આરોપી નૈનેશ ગજ્જર અગાઉ પણ અનેક યુવતી અને તરુણીને ફસાવીને લગ્નની લાલચ આપી ભોગવી લીધા બાદ મારઝૂડ કરતો હતો હોવાનું બહાર આવ્યું હતું.જોકે સમાજમાં બદનામીના ડરે અગાઉ પરિવારજનોએ ફરિયાદ કરી ન હતી.
સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. તરુણીને આરોપી યુવર ત્રણ વાર ફોસલાવીને લગ્નની લાલચ આપીને ભગાડીને લઇ ગયો હતો. ભગાડીને લઇ જઇ યુવક દ્વારા તક મળ્યો તરુણીનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ મળતાં આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વી. જે. સરવૈયા (પોલીસ ઇન્સ્પેક્ટર પારડી પોલીસ સ્ટેશન)
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી : પારડી પોલીસ મથકના અધિકારીએ ઈટીવી વાતચીત કરતા જણાવ્યું કે પરિજનોની ફરિયાદને આધારે ગુનો નોંધી છે. તરુણીને લગ્નની લાલચ આપી ફોસલાવીને ભગાડી ગયા બાદ શારીરિક શોષણ કર્યાની ફરિયાદ પરિવારજનોએ આપતા યુવકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.