ETV Bharat / state

Valsad Crime News: વાપીના જ્વેલર પાસેથી દાગીના અને રોકડ ભરેલ બેગ આંચકીને લૂંટારાઓ ફરાર, 40 લાખની સનસનાટીભરી લૂંટ - બાઈક પર લૂંટારાઓ આવ્યા

દિવાળી તહેવાર દરમિયાન ચોર, લૂંટારાઓ સક્રિય બન્યા છે. વાપીમાં 40 લાખની સનસનાટી ભરી લૂંટને અંજામ અપાયો છે. એક જ્વેલર્સ પાસેથી રોકડ અને દાગીના ભરેલી બેગ લૂંટારાઓ આંચકી ગયા છે. અંદાજિત 40 લાખનો મુદ્દામાલ લૂંટાયો હોવાનું બહાર આવ્યું છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

જવેલર પાસેથી 40 લાખ ભરેલી બેગની લૂંટ કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 31, 2023, 6:22 PM IST

વાપીના સોની પાસેથી 40 લાખની સનસનાટીભરી લૂંટ

વાપીઃ શહેરના ભડકમોરા ખાતે એક જ્વેલર્સને ત્યાં 40 લાખની લૂંટ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાકાબંધી સઘન બનાવી છે. સમગ્ર તપાસમાં એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાઈ છે.

સમગ્ર ઘટનાક્રમઃ વાપીના ભડકમોરા ખાતે ચિરાગ સિંગ અંબિકા જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. બનાવની રાત્રે ચિરાગ દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. તેમની પાસે રહેલી બેગમાં 700 ગ્રામ સોનાના, 8 કિલો ચાંદીના દાગીના હતા. આ ઉપરાંત 40,000થી વધુની રોકડ રકમ પણ હતી. આ બેગમાં કુલ મુદ્દામાલ 40 લાખ રુપિયા જેટલો હતો. આ બેગ લઈને જ્વેલર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક બાઈક પર 3 બુકાનીધારીઓ તેમની કાર પાસે ધસી આવ્યા હતા. આ લૂંટારાઓએ હવામાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બાદ લૂંટારાઓ જ્વેલરની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ એક્શન મોડમાંઃ ફરિયાદ નોંધાયા બાદ વલસાડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી GIDC, ટાઉન, ડુંગરા પોલીસ મથકના સ્ટાફ દ્વારા નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. SOG અને LCBની ટીમને પણ લૂંટારાઓને પકડી પાડવા સૂચના અપાઈ ગઈ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિગતોની તપાસ કરી રહી છે.

દુકાન બંધ કરીને હું ઘરે જવા માટે મારી કાર તરફ જઈ રહ્યો હતો. ત્યારે મારી પાસે 3 બુકાનીધારીઓ બાઈક પર ધસી આવ્યા હતા. તે પૈકી એક જણે દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ત્યારબાદ તેઓ મારી બેગ લઈને ફરાર થઈ ગયા હતા...ચિરાગ સિંગ(ઓનર, અંબિકા જ્વેલર્સ, વાપી)

  1. Surat Crime : 4 લાખની લૂંટની તપાસ કરતાં વરાછા પોલીસને હાથ લાગ્યો ક્લૂ, ઘડીકમાં કેસ ઉકેલાયો
  2. Surat Crime : લ્યો બોલો, વરિયાવ પોલીસ ચોકીમાં દંડ ફટકારવાની રસીદ બુક સહિત લેપટોપની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.