ETV Bharat / state

Valsad Court : વલસાડ કોર્ટનો ચુકાદો નાનકડી દીકરીની જિંદગી બદલશે, અકસ્માત વળતર પેટે મળશે 4 કરોડથી વધુ રકમ

author img

By

Published : Mar 9, 2023, 5:16 PM IST

વલસાડ કોર્ટ દ્વારા અકસ્માત વળતરના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. 2010માં અકસ્માતમાં પિતાને ગુમાવનાર દીકરી માતાના ગર્ભમાં હતી. માતાએ કરેલા કોર્ટ કેસ અને મુદતો બાદ નાનકડી દીકરીને વળતર પેટે 4 કરોડ 30 લાખની રકમ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. દીકરી કોરોનામાં માતાને પણ ગુમાવી ચૂકી છે.

Valsad Court : વલસાડ કોર્ટનો ચુકાદો નાનકડી દીકરીની જિંદગી બદલી શકશે, અકસ્માત વળતર પેટે મળશે 4 કરોડથી વધુ રકમ

બાળકીની માતાએ રૂપિયા 3 કરોડની નુકશાની મેળવવા માટે અરજી કરી હતી

વલસાડ : વલસાડ કોર્ટમાં એક ઐતિહાસિક ચુકાદાએ નાનકડી દીકરીની જિંદગી બનાવી દીધી છે. આ બનાવમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના પક્ષમાં કેસ લડનાર વલસાડના એડવોકેટ ભરત દેસાઇની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલએ આપેલા ચુકાદાથી 12 વર્ષની નાનકડીની દીકરીની જિંદગી સ્વર્ગ સમાન બની ગઈ છે. અકસ્માતમાં મોતને ભેટેલ પિતાની 12 વર્ષીય પુત્રીને વળતર પેટે 4 કરોડ 30 લાખની રકમ ચૂકવવા હુકમ કર્યો છે

બાળકીના પિતાનો 2010માં અકસ્માત : આ બાળકીના પિતાનો મહારાષ્ટ્રના કાસા નજીક અકસ્માત થયો હતો . જેમાં ટ્રક ચાલક અને વીમા કંપની સામે કેસ થયો હતો. વલસાડના કોસંબા ગામે રહેતા અને શીપમાં ફરજ બજાવતા 32 વર્ષીય હિતેશભાઈ મનુભાઈ ટંડેલ ગત તારીખ 18 -03 - 2010 ના રોજ મુંબઈથી વલસાડ તરફ આવવા માટે કારમાં આવી રહ્યા હતાં. તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર કાશા પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને અન્ય એક કાર સાથે અકસ્માતમાં હિતેશભાઈ ટંડેલનું મોત નિપજયુ હતું. જેમાં ટ્રકચાલક અને વીમા કંપની શ્રી રામ જનરલ વિરૂદ્ધ મહારાષ્ટ્રની દહાણુ કોર્ટમાં કેસ દાખલ થયો હતો.

આ પણ વાંચો Morbi Bridge Collapse : મૃતકોના પરિજનોને 10 લાખના વળતરથી અસંતોષ, તેમને શું જોઇએ છે જાણો

મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલમાં નુકશાની વળતર મેળવવા અરજી : અકસ્માતમાં મોતને ભેટનાર હિતેશભાઈની વિધવા રત્નાબેન ટંડેલ અને તેમના ગર્ભમાં રહેલી શ્રેયા હિતેશ ટંડેલનાઓને વલસાડ જિલ્લાની મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલમાં નુકશાની વળતર મેળવવા માટે વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત દેસાઈ મારફત રૂપિયા 3 કરોડની નુકશાની મેળવવા માટે અરજી કરી હતી.

બાળકીની માતા પણ કોરોનામાં મોતને ભેટી : અકસ્માતમાં હિતેશ ટંડેલના મોત બાદ પત્નીનું પણ કોરોનામાં મોત થતા પુત્રી માતાપિતા એમ બંનેનું છત્ર ગુમાવ્યું હતું. હિતેશભાઈ ટંડેલનો અકસ્માત થયો હતો ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપ્યા બાદ કોરોના કાળ દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું.જે ને લઈ નાનકડી શ્રેયાએ અકસ્માતમાં પ્રથમ પિતાને ગુમાવ્યા બાદ કોરોનામાં માતાને પણ ગુમાવી દેતા તેના માથેથી માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બોગસ દસ્તાવેજોને આધારે વળતર મેળવનાર 3 ભેજાબાજો ઝડપાયા

કોર્ટે બાળકીને 4 કરોડ 30નું વળતર ચૂકવવા ચુકાદો આપ્યો : આ કેસમાં એડવોકેટ ભરત દેસાઈએ નામદાર હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બિડાણ કરી દલીલો કરતા વલસાડ કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલએ ઐતહાસિક ચુકાદો આપતાં 12 વર્ષની બાળકી શ્રેયાને રૂપિયા 4 કરોડ અને 30 લાખનું વળતર આપવાનો ચુકાદો કર્યો હતો.

સરકારી વકીલની મહત્વની ભૂમિકા : વલસાડ કોર્ટે આપેલા મહત્વના અને ઐતિહાસિક ચુકાદામાં સરકારી વકીલ દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓની નકલ તેમજ ધારદાર દલીલો કરી પેશ કરવામાં આવી હતી.ભરત દેસાઇએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે 12 વર્ષીય બાળકી માતાપિતા વિનાની હોય તેને પણ ધ્યાને લેવા ઉલ્લેખ કરવામાં આવ્યો હોય નામદાર કોર્ટે ઇન્સ્યોરન્સ કમ્પનીને તેમજ મલિકને 4 કરોડ 30 લાખ ચૂકવવા માટેનો ચુકાદો આપ્યો છે. આમ ન્યાયપાલિકા દ્વારા 100 ટચનો ન્યાય નાની બાળકીને આપવા માટેનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેને વકીલ મંડળે પણ વધાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.