વાપીઃ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જાહેર થવાની સાથે જ શ્રમિકો વતનમાં જવા પગપાળા નીકળ્યા હતા. રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન અનુસાર કામદારોને જે તે સ્થળે જ રોકાઇ જવા અને તેમને તમામ સવલતો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.
કલેકટર ખરસાણે શ્રમિકોના આરોગ્ય, સેનિટેશન, રહેવા-જમવાની વ્યવસ્થા સહિતની તમામ બાબતોની ચકાસણી કરી શ્રમિકોને મળી રહેલી સગવડતાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.