ETV Bharat / state

વલસાડ ભાજપે જિલ્લા પંચાયતની 38 અને 6 તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા - political news

વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાનું 28મી ફેબ્રુઆરીએ મતદાન છે. આ ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે એક તરફ 60થી વધુ ઉંમરના અને ત્રણ ટર્મવાળા ઉમેદવારો, અન્ય હોદ્દાઓ ધરાવતા ઉમેદવારો પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાના ફતવા બાદ પણ આખરે ભાઈ-ભત્રીજાવાદને મહત્વ આપી ટિકિટ ફાળવતા પક્ષના કાર્યકરોની નારાજગી વહોરી લીધી છે.

વાપી
વાપી
author img

By

Published : Feb 12, 2021, 12:17 PM IST

  • વલસાડ જિલ્લાની જિલ્લા પંચાયતની 38 બેઠકો
  • 6 તાલુકાની 158 બેઠકો પર યોજાશે ચૂંટણી
  • ભાઈ-ભત્રીજાવાદ સપાટી પર આવ્યો

વાપી: વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠક અને તાલુકા પંચાયતની કુલ 158 બેઠકના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ કરી છે. ઉમેદવારોના નામ જાહેર થતા પૂર્વ પ્રમુખો, પદાધિકારીઓ, જૂના પીઢ કાર્યકરોને ટિકિટથી વંચિત રાખી તેમના જ ભાઈ-ભત્રીજાઓ પરિવારના સભ્યોને યંગ બ્રિગેડ તરીકે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. જેને કારણે પક્ષના કાર્યકરોમાં ભારે અસંતોષ ઉભો થયો છે. આવા નારાજ દાવેદારો અપક્ષ ઉમેદવારી કરે તેવા સંકેતો મળી રહ્યા છે.

ભાજપની નવી ફોર્મ્યુલાએ કેટલાય દાવેદાર કાર્યકરોને નારાજ કર્યા

વલસાડ જિલ્લા પંચાયતની 38 બેઠક અને 6 તાલુકા પંચાયતની કુલ 158 બેઠકના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ કર્યા બાદ ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. ભાજપની નવી ફોર્મ્યુલાએ કેટલાય દાવેદાર કાર્યકરોને નારાજ કર્યા છે. તો કેટલાકે હું નહીં તો મારો ભાઈ એવી તડજોડ કરી સગાવાદને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

વલસાડ ભાજપે જિલ્લા પંચાયતની 38 અને 6 તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા

નારાજ કાર્યકરોને મનાવવા મીટીંગનો દૌર શરૂ

ઉમેદવારોની જાહેર કરેલી યાદીમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના અન્ય પૂર્વ પ્રમુખ, પદાધિકારીઓ, જૂના કાર્યકરોને ટિકિટથી વંચિત રાખ્યા છે. જેને કારણે કાર્યકરોમાં નારાજગીનો સુર ઉઠ્યો છે. નારાજ કાર્યકરો અપક્ષ ઉમેદવારી કરે તો ભાજપને નુકસાન થઈ શકે છે તેવી અટકળો વહેતી થતાં તેઓને મનાવવાનું લિબિંગ પણ શરૂ થયું છે.

વાપી તાલુકા પંચાયતમાં ભાઈ માટે મહામંત્રીએ રાજીનામુ આપ્યું

ગત ટર્મમાં ભાજપ પ્રેરિત વાપી તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ભાજપે સત્તાવાર નામોની યાદી જાહેર કરી છે. ગત ટર્મમાં વાપી તાલુકા પંચાયતમાં ભાજપ 13 બેઠકો અનવ કોંગ્રેસ 7 બેઠકો જીતી હતી. આ વખતે સંગઠનના હોદ્દેદારોને ટિકીટ આપતા ભાજપના ત્રણ હોદ્દેદારોએ રાજીનામાં આપવાની ફરજ પડી છે. વાપી તાલુકા ભાજપ મહામંત્રી રાકેશ પટેલના ભાઈ રજનીકાંત પટેલને ટિકિટ મળતાં તેમણે રાજીનામું આપી દીધું છે. જ્યારે તાલુકા ભાજપના કોષાધ્યક્ષ સંજય ડાહ્યાભાઈ પટેલ તથા તાલુકા ભાજપ પ્રધાન જગદીશ મોહન હળપતિને ટિકિટ મળતાં ભાજપના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

વાપી તાલુકો ભાજપનો ગઢ ગણાય છે

વાપી તાલુકામાંથી જિલ્લા પંચાયતની 4 બેઠકોના ઉમેદવારોના નામ પણ જિલ્લા ભાજપે જાહેર કર્યા છે. જેમાં બલિઠા, છરવાડા, છીરી, લવાછા ગામનો સમાવેશ થાય છે. જે વાપી શહેર અને વાપી GIDC ને અડીને આવેલા સૌથી વધુ વસ્તી ધરાવતા ગામ છે.

ઉમરગામના કાર્યકરોમાં ઉકલતો ચરું

ઉમરગામ જિલ્લા-તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની 8 બેઠક જ્યારે તાલુકા પંચાયતની કુલ 30 બેઠક છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં તમામ નવા ચહેરાને ટિકિટ ફાળવતા અહીં પણ જૂના કાર્યકરોમાં નારાજગી સાથે ગણગણાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીમાં ભાજપે કાચું હોવાનો સૂર ઉઠયો છે. તાલુકા પંચાયત સરોન્ડા સીટ પર દિગેશ કોળી પટેલનું પત્તું કપાતા નારાજગીનો માહોલ છે. અન્ય બેઠક ઉપર પણ ટિકિટ વહેંચણીને લઇને નારાજગીના સૂર સાથે અનેક કાર્યકરો જ અપક્ષ ઉમેદવારો તરીકે મેદાનમાં આવે તેવી શક્યતા છે. ભાજપમાં સર્જાયેલી નારાજગીના કારણે આ ચૂંટણીમાં કોંગ્રેસને સીધો ફાયદો થઇ જશે તેવો દાવો ભાજપના નારાજ કાર્યકરો કરી રહ્યા છે.

ટિકિટ ફાળવણીમાં વ્હાલા દવલાની નીતિ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લાની તમામ સીટની ફાળવણીમાં એક લોબીના સભ્યોને ટિકિટ આપી છે. બીજી લોબીના કાર્યકરોને ટિકિટ આપી નથી. જેને કારણે તાલુકા કક્ષાએ ચૂંટણીમાં મતદારોને રીઝવવા નીકળતા કાર્યકરો જ નારાજ થઈ ગયા છે જે નારાજગી અપક્ષ ઉમેદવારી તરીકે બહાર નીકળે તેવી શંકા પક્ષના મોવડીઓમાં પેસી છે.

પારડીમાં ટિકિટ નહિ મળતા કાર્યકરોનો પારો સાતમા આસમાને

પારડી તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસ 12 અને ભાજપે 10 બેઠકો મેળવી સત્તા ગુમાવી હતી. પરંતુ ખાલી પડેલી બેઠકો પર ચૂંટણીમાં જીત મળતાં ભાજપે સત્તા મેળવી હતી. જ્યારે આ વખતની જાહેર કરેલી યાદીમાં ભાજપે ઉમરસાડી તાલુકા પંચાયતની બેઠક પરના માજી કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા બચુ પટેલ, કુણાલ પટેલને ટિકિટ ફાળવી નથી તેના સ્થાને ધ્રુવીન દિનેશ પટેલને ટિકિટ ફાળવી દેતા બચુભાઈ પટેલ અપક્ષ ઉમેદવારી કરે તો આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ થવાની પૂરેપૂરી સંભાવના છે.

કપરાડામાં ભાજપ માટે કપરા ચઢાણ

કપરાડા તાલુકામાં કરચોન્ડ જિલ્લા પંચાયતની સીટ ઉપર અસંતુષ્ટ ઉમેદવારોમાં લક્ષ્મણભાઈ જનાથિયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે. ત્યાં ત્રિપાંખિયો જંગ જામશે એવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે. ઘોટણ જિલ્લા પંચાયત ખાતે વિવાદો સર્જાયા છે. ત્યાં પણ દેવજીભાઈ પોતે વર્ષોથી ભાજપમાં કામ કરે છે તેઓને ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડવા મેદાનમાં આવ્યા છે. તો 30 તાલુકા પંચાયતની સીટ ઉપર પણ ભારે વિવાદો સર્જાયા છે.

ધરમપુરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ

ધરમપુર જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો તથા ધરમપુર પાલિકાના વોર્ડ નંબર 2 માં એક બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે. પૂર્વ શહેર સંગઠન મહામંત્રી વિકાસ જાદવની ટિકિટ જાહેર થઈ છે. બીજી તરફ કોંગ્રેસે મોટી કોરવળ જિલ્લા પંચાયત બેઠક, મોટી કોરવડ તાલુકા પંચાયતની બેઠક, ભેંસદરા અને માકડબન બેઠકો પર ઉમેદવારો જાહેર કરી ફોર્મ ભરાવ્યા છે. કોંગ્રેસના ગઢ સમાન કરંજવેરી જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ પાડવીની પસંદગી કરી હોવાની અટકળો વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે પણ તાલુકા પંચાયતની તમામ 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરી લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.