ETV Bharat / state

બલસારા હત્યા કેસમાં સોપારી લેનાર મુખ્ય આરોપી પંજાબથી ઝડપાયો - પોલીસ કસ્ટડીના રિમાન્ડ

વલસાડના વૈશાલી બલસારા હત્યા કેસમાં ત્રીજા આરોપીને પંજાબના લુધિયાણાથી ઝડપી લીધો છે. સમગ્ર હત્યાના કિસ્સામાં વૈશાલીને મફલર વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે આખરે દબોચી લીધો છે. આ કેસમાં મુખ્ય આરોપી બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ નંબરોના આધારે તેમજ સીસીટીવી કેમેરાને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હતી. Valsad Vaishali Balsara murder case, Balsara murder case Main accused arrested, Valsad Murder Case

બલસારા હત્યા કેસમાં સોપારી લેનાર મુખ્ય આરોપી પંજાબથી ઝડપાયો

author img

By

Published : Sep 9, 2022, 10:31 PM IST

વલસાડ જિલ્લા પોલીસે વૈશાલી બલસારા હત્યા કેસમાં વધુ એક આરોપીને પંજાબના લુધિયાણાથી ઝડપી લીધો છે. સમગ્ર હત્યાના કિસ્સામાં વૈશાલીને મફલર વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. જેણે પોલીસ સમક્ષ હત્યા અંગેની કબૂલાત કરી છે. મહત્વનું છે કે, હત્યાની સોપારી આપનાર બબીતા શર્મા સાથે પકડાયેલા આ ત્રીજા આરોપીને સોશિયલ મીડિયામાં છેલ્લા 11 વર્ષથી મિત્રતા હતી.

આ કેસમાં મુખ્ય આરોપી બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ નંબરોના આધારે તેમજ સીસીટીવી કેમેરાને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હતી.

વૈશાલી બલસારા હત્યા કેસમાં ત્રીજો આરોપી પંજાબથી ઝડપાયો વૈશાલી બલસારા હત્યા કેસમાં પોલીસે અદ્યતન ટેકનોલોજી અને CCTV કેમેરા સહિત ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને ત્રીજા આરોપીને પણ શોધી કાઢવામાં સફળતા મળી છે. હવે પોલીસે હત્યાને અંજામ આપનાર અને ઘણું દબાવીને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પંજાબના લુધિયાણા વિસ્તારના ગાલિબ કલામ ગામમાંથી (Punjab Ludhiana area Ghalib Kalam ) દબોચી લીધો છે.

છેલ્લા 11 વર્ષથી બબીતા શર્મા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી રાખી હતી.
છેલ્લા 11 વર્ષથી બબીતા શર્મા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી રાખી હતી.છેલ્લા 11 વર્ષથી બબીતા શર્મા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી રાખી હતી.

પકડાયેલા આરોપી અગાઉ ચોરીના ગુનામાં ઝડપાયેલો વલસાડ જિલ્લા SP (Valsad District SP) રાજદીપસિંહ ઝાલા એ આપેલી વિગતો અનુસાર વૈશાલી બલસારા હત્યા કેસમાં વલસાડ પોલીસે પંજાબના ગાલિબ કલાન લુધિયાણા જિલ્લામાંથી સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઈલુ ગુરમેલ સિંગ ભાટીને દબોચી લીધો છે. જે છેલ્લા 11 વર્ષથી બબીતા શર્મા સાથે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી રાખી હતી.

ગાયક વૈશાલી બલસારાની હત્યા કરવા માટે પકડાયેલા બીજા આરોપી સુખવિન્દર ઉર્ફે સુખ હોય જણાવ્યું કે, 8 લાખમાં ડીલ નક્કી થઈ હતી.

એકબીજાનો મોબાઈલ નંબર અદલાબદલી પકડાયેલા આરોપીએ પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, બબીતા સાથે તે છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી હતી. જોકે વચ્ચે કેટલાક મોબાઈલ નંબર બદલાઈ ગયા બાદ પણ તેઓ ફરીથી સંપર્કમાં આવ્યા હતા. એકબીજાનો મોબાઈલ નંબર અદલાબદલી કર્યા બાદ બબીતાએ એવું જણાવ્યું હતું કે, તેની કોઈ મિત્રને તેના પતિએ છૂટાછેડા આપી દીધા છે. માનસિક ત્રાસ આપતો હોય તેની સામે બદલો લેવા માટે સોપારી આપવાની હોવાનું જણાવી તેઓને હત્યા માટેની સોપારી આપી હતી.

પોલીસે એક આરોપીને ઝડપી લીધો વૈશાલી બલસારા હત્યા કેસમાં મુખ્ય આરોપી બબીતા શર્માની ધરપકડ કર્યા બાદ ટેકનિકલ એનાલિસિસ અને મોબાઈલ નંબરોના આધારે તેમજ CCTV કેમેરાને આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હતી. પ્રથમ આરોપીને ત્રિલોકસિંગ લાલસિંગ સિંગને ગત તારીખ 6 સપ્ટેમ્બર 2022ના રોજ અટેક કરી લેવામાં આવ્યો હતો. 12 સપ્ટેમ્બર 2022 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ (police custody Remand ) મેળવ્યા હતા. આ રિમાન્ડમાં સુખવિન્દર ઉર્ફે સુખો દ્વારા વૈશાલીની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ વર્ણવી હતી.

ઓનલાઈન પેમેન્ટ દ્વારા માધ્યમથી પૈસા ચૂકવ્યા ગાયક વૈશાલી બલસારાની હત્યા કરવા માટે પકડાયેલા બીજા આરોપી સુખવિન્દર ઉર્ફે સુખ હોય જણાવ્યું કે, 8 લાખમાં ડીલ નક્કી થઈ હતી. તે બાદ તેઓને પંજાબથી વલસાડ જવા માટે બબીતા શર્માએ પ્રથમ ગુગલ પેથી વલસાડ આવવા રૂપિયા 14,000 તથા સુરત આવ્યા બાદ હોટલમાં રોકાવા માટે 5000 રૂપિયા ગુગલ પે દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. જે પોલીસને પુરાવા રૂપિયા મળ્યા છે.

મફલર બાંધીને આવેલો આરોપી વૈશાલી બલસારાની લાશ મળ્યા બાદ તેની લાશ પાસેથી એક કાળા રંગનો મફલર મળી આવ્યો હતો. જોકે પોલીસે CCTV એનાલીસીસ કરતા એક આરોપી પોતાની સાથે માથે મફલર બાંધીને આવ્યો હતો. એ જ મફલર વૈશાલી બલસારાની હત્યા કરાયેલી લાશ પાસેથી મળી આવ્યું હતું. તેના દ્વારા જ ઘણું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. તેવું પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જે મફલર બાંધીને CCTVમાં પોલીસને દેખાતો યુવક હતો. તે સુખવિન્દર ઉર્ફે સુખો હોવાનું પણ ખુલ્યું છે. આમ વલસાડ પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈને વૈશાલી બલસારા હતા કેસમાં ખૂટતી કડીઓ મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.