વલસાડ: ધરમપુરના બિલપુડી ગામે બી આર એસ કોલેજ પાસે ટેમ્પો ચાલકે અચાનક વળાંક લેતાં પાછળથી આવતાં યામાહા ચાલક યુવાનને અડફેટમાં લેતા યુવકને માથાના ભાગે ઇજા પહોચતા યુવાનનું ધટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો Navsari Highway : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી
બની ઘટના: ધરમપુર તાલુકાના બિલપુડી ગામે બી આર એસ કોલેજ રોડ ઉપર છોટા હાથી ટેમ્પા ચાલકે પોતાનું ટેમ્પો જતી વેળા દરમ્યાન પોતાનું ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બિલપુડી બી આર એસ કોલેજ પાસે ધામણી જતાં રોડ ઉપર અચાનક જમણી સાઈટ વળાંક લેતાં પાછળથી આવતી યામાહાનો ચાલક મિલન રડકા ગુમાડીયાને અડફેટમાં લેતાં તેના માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા ધટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું.
પોલીસ ફરિયાદ: ફરિયાદ મૃતક યુવકના પિતા રડકા જવળા ગુમાડીયા એ ધરમપુર પોલીસ મથકે આપતાં પોલીસે છોટાહાથી ટેમ્પો ચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અચાનક ઘટના બનતા સ્થળ ઉપર લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. અને ટેમ્પો ચાલકને ઝડપી લીધો હતો.
બજાર જવા નીકળ્યો હતો: બીલપુડી બી આર એસ કોલેજ નજીકમાં છોટા હાથી ટેમ્પો સાથે થયેલા અકસ્માતમાં યામાહા આર 15 લઈને આવી રહેલા યુવક મિલન ગુમાડીયા છોટા હાથી ટેમ્પોમાં બાઈક સાથે ધડાકાભેર અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગણતરીના દિવસોમાં મિલનના લગ્ન થવાના હોય લગ્ન માટે છોકરી જોવા માટે જવાના હોવાને લઈને મિલન કપડા ખરીદવા માટે પોતાના ઘરથી બાઇક લઈને ધરમપુર આવવા માટે નીકળ્યો હતો. રસ્તામાં જ તેને યમરાજા ભેટી ગયા હતા.
શોકની લાગણી: ઘરમાં ગણતરીના દિવસોમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવનાર હતું. એ જ ઘરના યુવાનને અકસ્માત નડતા અને યુવકનું મોત થતા ઘરમાં ગમગીની ફેલાઈ છે. મૃતક યુવક કપડાં લેવા માટે ઘરથી બાઇક લઈને બહાર નીકળ્યો હતો. અને બીઆરએસ કોલેજ પાસે અકસ્માત નડતા તેનું સ્થળ ઉપર જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું.
છેલ્લા થોડા દિવસોમાં અકસ્માત: ધરમપુર ધામણી માર્ગ ઉપર ધામણી ચેકપોસ્ટ ઉપર રાત્રી દરમ્યાન એક રેતી ભરેલી ઉભેલી ટ્રકમાં બાઈક ભટકાતાં બાઈક ઉપર સવાર બે યુવકોના મોત થયા હતા જે બાદ ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ આંબા ગામ નજીક માં પણ ગમખ્વાર અકસ્માત થતા એક બાઈક ચાલકનું કરુણ મોત થયું હતું. સમગ્ર કરુનંતીકા સર્જતાં પરિજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી. પરિજનોની ખબર મળતા જ તેઓ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ધસી આવ્યા હતા જ્યાં યુવકના મોતની ખબર મળતા પરિજનોમાં ભારે આક્રંદ કરતા જોવા મળ્યા હતા. આજે ફરી એક અકસ્માત થયો હતો જેમાં ઘરમાં ગણતરીના દિવસોમાં લગ્ન પ્રસંગ હોય અને યુવકનું મોત થતા આનંદનો માહોલ ગમગીનીમાં ફેલાયો છે.