વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા એવા ધરમપુર કપરાડામાં આદિવાસી સમાજના વારલી,કુકણા, ધોડિયા, જેવી જ્ઞાતિઓ વસવાટ કરે છે. અને આ તમામ માટે આ શ્રવણ ના પ્રથમ દિવસ એટલે કે અમાસને દિવાસા પર્વ તરીકે ઉજવણી કરે છે. આ દિવસે દરેક ઘરમાં ઢીંગલા ઢીંગલી બનાવવામાં આવે છે અને તેને નદીમાં તરતા મુકવાની પરંપરા છે. ધરમપુરના કર્ણજવેરી ગામે પણ દરેક ઘરમાં નાનામોટા ઢીંગલા ઢીંગલી બનાવીને નદીના પાણીમાં તરાપા ઉપર બેસાડી મોલવાની પ્રથા જીવંત રાખી હતી.દિવાસાના દિવસે ચણોઠીના બે દાણાને લઈ ઢીંગલા ઢીંગલીની આંખ બનાવી લાકડી સાથે બાંધી કપડાંમાં વિટાળી તૈયાર કરવામાં આવતા ઢીંગલાની વિશેષ પુજા કરવામાં આવે છે. તેને લાડુનો ભોગ ધરવામાં આવે છે અને સાંજે નદી કિનારે જઈ તેને નદીના વહેતા પ્રવાહમાં તરતા મુકવામાં આવે છે.
વર્ષોથી ચાલતી આ રિત બાબતે જણાવતા સ્થાનિકએ જણાવ્યું કે દુઃખ દરિદ્રતા અને રોગોને દૂર રાખવા આ પરંપરા વર્ષોથી જળવાઈ છે. જો કે હાલ માં બાળકો શિક્ષિત થતા આવી રીતોમાં માનતા ઓછા થયા છે. પરંતુ આજે પણ કેટલાક ઘરોમાં આ રીત ચાલી રહી છે.સ્થાનિક મહિલા એ જણાવ્યું કે દિવસાના પર્વે ઢીંગલા ઢીંગલી બનાવવા એટલે સૌથી વધુ મઝાતો બાળકોને હોય છે તેઓને રંગબેરંગી ફુગ્ગા ઓ અને વિવિધ શાજ શણગાર કરવામાં આવે છે.આ સાથે જ વિશેષ ચોખાના લોટના લાડુ બનાવીને બાળકોને આપવામાં આવે છે. તો ઢીંગલા ઢીંગલી ને ભોગ ચઢાવવામાં આવે છે.