પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કપરાડા નાસિક હાઇવે ઉપર રાહોર ઘાટ ઉપર રોડ બનાવવા માટે મજૂરી કામ કરવા જઈ રહેલા મૂળગામ ટોકર પાડા ના 30 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રાહોર ઘાટ નજીક પીક અપ નંબર જી જે 02 વાય 7270 ચાલકે ઘાટ ઉપર કાબુ ગુમાવતા પિકઅપ રિવર્સ આવીને પલટી જતા તેમાં સવાર પ્રતીક્ષા શંકર સપાટા ઉ.વ 29 અને સંગીતા પી જાદવ ઉ.વ 20 બંનેના ગંભીર ઈજાઓ ને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે પિકઅપમાં સવાર અન્ય 11 લોકો ને ઈજાઓ થતા 108 દ્વારા ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જીપમાં સવાર તમામ લોકો ઘટના બનતા ફંગોળાયા હતા અને પટકાયા હતા જેને પગલે અનેક લોકો ઈજાઓ પહોંચી હતી સમગ્ર ઘટના બાબતે કપરાડા પોલીસ મથકે ફરિયાદ શંકર સાપટાએ નોંધાવી છે. નોંધનીય છે કે, કપરાડા અને ધરમપુર વિતારના પહાડી માર્ગો ઉપર અનેક વાર ઘાટમાં આવી હોનારતો થતી રહે છે અનેક લોકોએ આવી ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે.