વલસાડના રેલવે ડાઉન યાર્ડમાં પાર્ક કરેલી ટ્રેનમાંથી તાંબાના કેબલની ચોરી કરતી ગેંગના મુખ્ય બે સૂત્રધારોને સોમવારે મોડી રાત્રે RPFની ટીમે ઝડપી લીધા હતા. આ બંને આરોપીઓ ઑક્ટોબર માસમાં રેલવે ડાઉન યાર્ડમાં ભાગ કરેલી ટ્રેનમાંથી 24 કિલો કોપર કેબલની ચોરી કરી હતી. ચોરીનો કેબલ તેમણે એક ભંગારના ગોડાઉનમાં વેચી નાખ્યો હતો. આ ચોરી કરેલા કેબલના ખરીદનાર ભંગારનાં ડાઉન સંચાલકની પણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
![two copper cabel thief arrested by rpf in valsad down yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-twoporasonarrestedrpf-forthifcoppercabel-photostory-7202749_27112019102217_2711f_1574830337_996.jpg)
કેબલની ચોરીમાં સંડોવાયેલા 23 વર્ષીય રાકેશ સુમન પટેલ ઉર્ફે ચેતન અને જીગા રમેશ રાઠોડ ઉર્ફે જીગ્નેશે સોમવારે રાત્રે વલસાડ રેલવે ડાઉન યાર્ડમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંને સોમવાર રાત્રે પાર્ક કરેલી ટ્રેનમાં કેબલ ચોરી કરવા માટે આવ્યા હતા. જ્યાં RPFના PSI લાલચંદ વેળાએ તેમને પકડીને સઘન પૂછપરછ કરતાં તેઓએ ઓક્ટોબર માસમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, એ ચોરીના કેબલ તેમણે ધમડાચી અને વેજલપુર ખાતે આવેલા ગોવર્ધન રુપાજી ગુર્જર અને શીતલ પ્રસાદ રામ લખન બાનીયલને આપ્યા હોવાનું જણાવતા, RPF આ બંને ભંગારના ગોડાઉનમાંથી પણ લોકોની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે.