- વિશ્વ શાંતિ અને કોરોના બિમારીથી મુક્તિના હેતુ માટે બ્રહ્મણો દ્વારા ત્રિવેણી કાર્યક્રમ
- મહામૃત્યુંજય જાપ, દુર્ગા સપ્તસતી પાઠ તેમજ લઘુરુદ્ર જામનું કરાયું આયોજન
- અંબે માતા મંદિરમાં બ્રાહ્મણો દ્વારા વિશેષ આયોજન
વલસાડઃ જિલ્લાના અતુલ ખાતે આવેલા અંબે માતા મંદિરમાં આજે મંગળવારે બપોરે ગુજરાત કર્મકાંડ મંચ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી સમગ્ર ગુજરાતના બ્રાહ્મણોને આવરી લઇ વિશ્વશાંતિ અર્થે તેમજ કોરોના મહામારી ખતમ થાય અને લોકોનું આરોગ્ય નિરામય રહે એવા હેતુથી 71 બ્રાહ્મણો દ્વારા વિશેષ સત્કર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુ શાસ્ત્રોમાં મંત્રોચારનું મહત્વ ખૂબ જ અનેરૂ
ગુજરાત કર્મકાંડ મંચ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વલસાડ જિલ્લાના 71થી વધુ બ્રાહ્મણોને આવરી લઈને આજે મંગળવારે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ અંબે માતા મંદિરમાં દુર્ગા સપ્તશતી પાઠ, મહામૃત્યુંજય મંત્ર જાપ તેમજ લઘુરુદ્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ મંત્રોચારથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠયું હતું. મહત્વનું છે કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોના નાદ માત્રથી રોગો દૂર થાય છે, જેથી હિન્દુ શાસ્ત્રોમાં મંત્રોચારનું મહત્વ ખૂબ જ અનેરૂ છે.
આ પણ વાંચોઃ ધોરાજીમાં માધવ ગૌસેવા દ્વારા 21 કુંડી મારુતિ યજ્ઞ અને પાટોત્સવ કાર્યક્રમનું આયોજન
કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્ત કરવા ત્રિવેણી કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન
હિન્દુ શાસ્ત્રો તેમજ ગ્રંથોમાં જણાવ્યાં મુજબ મંત્રોચ્ચારનું ખૂબ જ મહત્વ રહેલું છે. દુર્ગા સપ્તશતીમાં કહેવામાં આવ્યું છે કે, સૃતમ હરોતી પાપની ,થતા આરોગ્યમ પ્રયચ્છતી એટલે કે દુર્ગા સપ્તશતીના પાઠ માત્ર કરવાથી પાપમાંથી મુક્તિ તો મળે જ છે સાથે સાથે આરોગ્ય પ્રાપ્ત થાય છે, આમ કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને મુક્ત કરવા માટે બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના પાઠનું જાપ અતુલ ખાતે આવેલા અંબે માતા મંદિરમાં શરૂ કરવામાં આવ્યું છે.
કોઈપણ પ્રકારનું દાન કે દક્ષિણા વગર કરાયું આયોજન
આ કાર્યક્રમમાં કોઈપણ પ્રકારનું દાન કે કોઈપણ પ્રકારની દક્ષિણા વિના બ્રાહ્મણોએ એકઠા થઈને સમગ્ર વિશ્વને વિશ્વ શાંતિ મળે અને કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વ મુક્ત થાય તેવા ઉમદા હેતુથી ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કર્યું હતું.