ETV Bharat / state

આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી - કોરોના

જિલ્લાના ઉમરગામ તાલુકાના માણેકપોરની વિવેકાનંદ હાઇસ્‍કૂલ ખાતે વિદ્યાર્થી આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના પ્રારંભ અવસરે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે શુભેચ્‍છા પાઠવી વર્ગમાં પ્રસ્થાન કરાવ્યું હતું.

આદિજાતિ રાજ્યપ્રધાન રમણ પાટકરે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

author img

By

Published : Jan 12, 2021, 2:19 PM IST

  • વલસાડના ઉમરગામમાં શાળાઓ ખુલી
  • કોરોનાકાળના 9 માસ બાદ ખુલી શાળાઓ
  • 10-12ના વિદ્યાર્થીઓને આવકારવા પહોંચ્યા પ્રધાન રમણ પાટકર

    ઉમરગામ- - રાજય સરકાર દ્વારા ગુજરાત રાજ્‍યમાં તમામ કોલેજ અને બોર્ડ ધરાવતી શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્‍યક્ષ શૈક્ષણિક વર્ગકાર્યનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે અન્‍વયે વન અને આદિજાતિ વિકાસ રાજયપ્રધાન રમણલાલ પાટકરના અધ્‍યક્ષસ્‍થાને ઉમરગામ તાલુકાની શ્રી વિવેકાનંદ હાઇસ્‍કૂલ, માણેકપોર ખાતે વિદ્યાર્થીઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.

સરકારે કોરોનાથી બચાવવા પ્રયત્નો કર્યા છે

આ અવસરે રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, સમગ્ર વિશ્વ સહિત આપણું ગુજરાત રાજ્‍ય પણ વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન માર્ચ-20 થી સંપૂર્ણ લોકડાઉન કરી પ્રજાજનોને કોરોના કહેરથી બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્‍યાં છે. આ સમયમાં બાળકોના સ્‍વાસ્‍થ્‍યને ધ્‍યાનમાં લઇ શાળાઓ બંધ રાખવામાં આવી હતી. રાજ્‍યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં આજથી ધોરણ-10 અને ધોરણ-12 તથા કૉલેજના વિદ્યાર્થીઓની કારકિર્દીના અગત્‍યના વર્ષો હોય તેમના માટે પ્રથમ ચરણના ભાગરૂપે પ્રત્‍યક્ષ શિક્ષણકાર્યનો પ્રારંભ થઇ ગયો છે.

દો ગજ કી દૂરી હૈ જરૂરી

શાળાઓ શરૂ થતાં શાળાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોવિડ-19ની ગાઇડલાઇનનો ચુસ્‍તપણે પાલન કરવા, સોશિયલ ડીસ્‍ટન્‍સ, માસ્‍ક પહેરવા, હાથને સેનીટાઇઝ કરવા અને દો ગજ કી દૂરી રાખવા જણાવ્‍યું હતું.

SOPનું પાલન કરવા તાકીદ

જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વાસાવાએ જણાવ્‍યું હતું કે, ભવિષ્‍યની પેઢીનું નિર્માણ કરનારા વિદ્યાર્થીઓનો અભ્‍યાસ નહીં બગડે તે માટે રાજય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ત્‍યારે કોવિડ-19 ની SOPની અમલવારી સાથે જિલ્લાની ભૌગોલિક પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી બનાવેલા જિલ્લાકક્ષાની SOPનો પણ ચુસ્‍ત રીતે પાલન કરાવવામાં આવશે. આ અવસરે તમામ મહાનુભાવોએ વર્ગખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓની બેઠક વ્‍યવસ્‍થા સહિતની સુવિધાઓની ચકાસણી કરી હતી. કાર્યક્રમમાં શાળાના સંચાલક મંડળના મંત્રી દલુભાઇ વરઠા, શાળાના આચાર્ય ગણેશભાઇ કેણી, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ડૉ. તેજસભાઇ પટેલ, ડૉ. અર્ચનાબેન પટેલ, આજુબાજુના ગામના સરપંચો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.