વલસાડ : ભારત ચીન વચ્ચે થયેલા સરહદ પર ઘર્ષણમાં દેશના જવાનો શહીદ થતા સમગ્ર દેશ શોકમાં છે. તેમજ જવાનોના બલિદાનનો બદલો માંગી રહ્યો છે. ત્યારે આપણા દેશના વડાપ્રધાન પણ ચીનને જવાબ મળે તેવા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ જ્યારે દેશનો જવાન શહીદ થાય તયારે આખો દેશ રડે છે અને એજ પ્રકારે અહીં ચીન એ ચાલકી વાપરી આપણા દેશના જવાનો સાથે ઘર્ષણ કરી લડાઈનું સ્વરૂપ આપ્યું છે. જેમાં દેશના 20 જવાનો શહીદ થયા છે. જેને પગલે દેશમાં ચીન પ્રત્યે લોકોમાં રોષ છે. લોકો ચીનની ચીજવસ્તુઓનો વિરોધ કરી રહ્યા છે અને જવાનોને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.
ત્યારે વલસાડના ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્રારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જેમાં ધરમપુર તેમજ કપરાડાના આદિવાસી આગેવાનો તેમજ યુવાનો દ્રારા શહીદોને મોન પાળી શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ હતી. બીજી તરફ આદિવાસી યુવાનોએ ચાની સેનાનું પૂતળું બાળી વિરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, ભારત ચીન સરહદ ઉપર થયેલ ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાતો દેશમાં પડ્યા છે.