વલસાડ: નગરપાલિકા દ્વારા ઘાઘરા વાળા ગામની હદમાં આવેલી સરકારી જમીનમાં ડ્રેનેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા પાલિકા વિસ્તારના ઘન કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ જગ્યા તિથલ ચોપાટીથી 800 મીટર દુર સ્વામિનારાયણ મંદિરથી 700 મીટર દૂર અને કોસંબાના માનવ વસાહતથી 700 મીટર દૂર આવેલી છે. જ્યારે ભાગડાવાડા ગામના માનવ વસાહતથી 300 મીટર દૂર આવેલી છે. એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસથી આ જગ્યા 1200 મીટર જેટલી દુર આવેલું છે, તેમજ આસપાસમાં કન્યા તથા કુમાર છાત્રાલયની જગ્યા પણ છે.
વલસાડના તિથલમાં પર્યટન સ્થળ શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. આવા સ્થળે ડમ્પિંગ સાઇટ બનાવીએ કેટલી યોગ્ય છે. અનેક સવાલો અહીં ઉઠી રહ્યાં છે. વલસાડ શહેરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આ જગ્યા આવેલી છે. દરિયા પરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી આવતા પવનો આ દુર્ગંધ ધુમાડો તથા રજકણોને લઇ સમગ્ર વલસાડ શહેરને આની અસર કરશે. આ જમીનમાં ભરતીના સમયે ફરી વળતા પાણી અહિયાં નિકાલ પામેલા ઘન કચરાને સમગ્ર વિસ્તારમાં ફેલાવશે અને આ કચરો ત્યાંથી વહીને લાગુ થતી પસાર થતી વાંકી નદીમાં થઈને દરિયા સુધી જશે.
આ વિસ્તારમાં આવેલા કોસંબાની માનવ વસાહતો અને નજીકના માછીમારો રોજીરોટી પણ છીનવાઈ જાય એવી દહેશત ફેલાઇ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ છાત્રાલયમાં તાલુકા ભરતી અને સમગ્ર રાજ્યમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓનો ભવિષ્ય તેમજ આરોગ્ય સાથે પણ ચેડા થશે. કોસંબા ગામમાં 20,000 રહેવાસીઓનું આરોગ્ય ભયમાં મુકાયું છે. આ સમગ્ર બાબતે ડમ્પિંગ સાઈડનો વિરોધ કરતા સોમવારે ભાગડાવાડા તિથલ અને કોસંબા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ અગ્રણીઓએ સાથે મળીને વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ડમ્પિંગ સાઈડનો વિરોધ કર્યો છે.
નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ વાપી નગરપાલિકા દ્વારા નામધા અને ચંડોળ જેવા ગામોએ ડમ્પિંગ સાઈડ શરૂ કરતા હાલમાં આ બન્ને ગામોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. આગળ ખૂબ જ દુર્ગંધ તેમજ રોગચાળો ફાટીએ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે વલસાડ પાલિકા દ્વારા જો ડમ્પિંગ સાઈડ શરૂ કરવામાં આવે તો ત્રણ ગામોના લોકોને ચોક્કસ પણે તેની અસર જોવા મળશે.