ETV Bharat / state

ધરમપુરમાં મોરનો શિકાર કરનારા ત્રણ શિકારીની ધરપકડ, જંગલ ખાતાના કર્મચારીએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ - જંગલ વિભાગના કર્મચારીઓએ હવામાં ફાયરિંગ કર્યું

વલસાડમાં ધરમપુરના નાની વાહિયાળ ગામમાં મોર (Peacock)નો શિકાર (Hunting) કરવા આવેલા ત્રણ શિકારીઓ ઝડપાયા હતા. આ ત્રણેય શિકારી (Hunter)ઓએ જંગલ ખાતાના કર્મચારીઓને બંદૂક બતાવી હતી. તો સ્વબચાવમાં જંગલ વિભાગના કર્મચારીઓએ હવામાં ફાયરિંગ કરી ત્રણેય શિકારી (Hunter)ને ઝડપી પાડ્યા હતા.

ધરમપુરમાં મોરનો શિકાર કરનારા ત્રણ શિકારીની ધરપકડ, જંગલ ખાતાના કર્મચારીએ સ્વબચાવમાં કર્યું ફાયરિંગ

author img

By

Published : Jul 14, 2021, 4:18 PM IST

  • વલસાડમાં ધરમપુરના નાની વાહિયાળ ગામમાં ત્રણ શિકારી (Hunter) ઝડપાયા
  • ત્રણેય શિકારી (Hunter) મોરનો શિકાર કરવા આવ્યા હતા, જંગલ ખાતાના કર્મચારીઓએ કરી ધરપકડ
  • જંગલ ખાતાએ ત્રણેય શિકારીઓ (Hunter) સામે કાર્યવાહી કરી
  • શિકારીઓ (Hunter) રાત્રે ઠાસણીવાળી બંદૂક વડે મોર જેવા રાષ્ટ્રીય પક્ષીનો શિકાર કરતા હતા

વલસાડઃ ધરમપુરના નાની વાહિયાળ ગામમાં મોર (Peacock)નો શિકાર કરવા ત્રણ શિકારીઓ (Hunter) આવ્યા હતા. ત્યારે જંગલ વિભાગના કર્મચારીઓ શિકારીઓને પકડવા ગયા ત્યારે શિકારીઓએ તેમની સામે બંદૂક તાકી દીધી હતી. જોકે, સ્વબચાવમાં જંગલ વિભાગના કર્મચારીઓએ હવામાં ફાયરિંગ કરી ત્રણેય શિકારી (Hunter)ઓને ઝડપી પાડ્યા હતા. આ શિકારીઓ પાસેથી મૃત હાલતમાં ઢેલ મળી આવી હતી. જ્યારે ઠાસણીવાળી બંદૂક પણ કબજે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પક્ષી મોર શિડ્યુલ વનમાં આવતું હોવાથી જંગલ ખાતાએ શિકારીઓ સામે કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ દમણમાં શિકારી પ્રાણીએ 2 પશુઓનું મારણ કરતા ભયનો માહોલ

શિકારીઓ રાત્રિ દરમિયાન મોરનો શિકાર કરતા હતા

જંગલ વિભાગના કર્મચારીને મળેલી પૂર્વ બાતનીના આધારે નાની વાહિયાળ ખાતે આવેલા બરફટા ફળિયામાં રાત્રિ દરમિયાન મોરના શિકાર બંદૂક વડે કરતા હોવાનું જણાય આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. આ સાથે જ રાત્રિના અંધકારમાં ટોર્ચની મદદ વડે જેટલા શિકારી ને શોધવા કવાયત હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Hunting at Gir Somnath: તાલાલાના આંબળાશ ગીર ગામમાં સસલાનો શિકાર કરતા 2 શિકારી ઝડપાયા

જંગલ ખાતાની ટીમે સ્વબચાવમાં હવામાં ફાયરિંગ કર્યું હતું

જંગલ વિભાગની આરક્ષિત જમીનમાં સ્ટાફ જ્યારે ફાયરિંગવાળી જગ્યા ઉપર પહોંચ્યો હતો. તે સમયે શિકારીઓ પૈકી એકે જંગલ ખાતાના કર્મચારી સામે બંદૂક તાકી દીધી હતી, જેને પગલે સ્વબચાવમાં જંગલ ખાતાના સિદુમ્બર આર.એફ.ઓ. બી. એ. પરમારે તેમની સરકારી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કરતા ત્રણેય શિકારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણેય ઝડપાઈ ગયા હતા.

પકડેલા ત્રણે આરોપીઓ માંકડબન ગામના રહેવાસી છે

પકડાયેલા શિકારીઓમાં મહેશ ખુશાલ ભાઈ ચાવરા, ખુશાલ સોમાભાઈ ચાવરા, શંકર લાછીયા ચાવરા ત્રણેય માંકડબેનના રહેવાસી છે, જેમની પાસેથી એક ઠાસણીવાળી હાથ બનાવટની બંદૂક અને એક સળિયો દારૂગોળો અને શિકાર કરાયેલા મૃત હાલતમાં ઢેલ મળી આવી હતી,. જેનો કબજો લઈ જંગલ વિભાગે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની સામે જંગલ વિભાગ દ્વારા વન્યજીવ અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કોવિડ અંગે મેડીકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરી છે.

મોરને મારવાથી 3થી 7 વર્ષની કેદ થઈ શકે

મોરનો શિકાર કરવો ગુનો છે અને તેને મારવા કે પિંજરામાં રાખવા સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આ પક્ષી શિડ્યુલ વન અંતર્ગત રક્ષિત છે, જેને લઈ તેને મારવાનો ગુનો કરનાર સામે 3 વર્ષની કેદથી લઈ 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. આમ, અંધકારમાં બંદૂક વડે શિડયુલ વનમાં આવતા પક્ષીનો શિકાર કરનારા3ને ધરમપુર જંગલ વિભાગે ઝડપી પાડ્યા હતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.