વલસાડ : જિલ્લામાં કોરોનાનો આંકડો 15 ઉપર પહોંચી ગયો છે, વાપી ગોદાલ નગરમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા તેના પિતા, પિતરાઈ ભાઈ અને તેની પિતરાઈ બહેનનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ધરમપુરના રાજપુરી તલાટ ગામે રહેતા 30 વર્ષીય મહીલા, 7 વર્ષની બાળકી,40 વર્ષના યુવાન જેઓ પરિવાર સાથે મુંબઈથી પરત આવ્યા હતા.
તેમજ ગોદાલનગર અન્ય એક યુવકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ જિલ્લાનો કોરોનાનો આંકડો 15 ઉપર પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 10 કેસ એક્ટિવ છે જ્યારે 4 સ્વસ્થ્ય થઈ તેઓ ઘરે પરત ફર્યા છે.
મહત્વનું છે કે, હાલ વાપી ગોદાલ નગર ઉમરસાડી અને બલિઠા જેવા વિસ્તારને કંટાઇનમેન્ટ ઝોનમાં નખવામાં આવ્યા છે. તો હવે ધરમપુરમાં એક જ પરિવાર ના ત્રણ કેસ મળી આવતા રાજપુરી તલાટ ગામને પણ કંટાઇનમેન્ટ ઝોનમાં નખવામાં આવશે.