- જન આશીર્વાદ રેલી પુર્ણ થયા બાદ યુવાને ખુલ્લી જીપમાં જોખમી સ્ટંટ કર્યો
- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ધરપકડ કરી
- સ્ટંટ કરનાર યુવક અગાઉ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે
વલસાડ: વર્તમાન સમયમાં યુવાનોને બાઈક, કાર, જીપ, મોપેડ જેવા વાહનો પૂર ઝડપે ભયજનક રીતે ચલાવી પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી ખુલ્લેઆમ સ્ટંટ કરતા હોય છે. થોડા મહિના અગાઉ વલસાડમાં પણ કેટલાક યુવાનો બાઈક, કાર સાથે સ્ટંટ કરતાં હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો- છત્તીસગઢ: દુર્ગ પોલીસે ગુજરાત-મહારાષ્ટ્રમાંથી સોનાની ચોરી કરતી ટોળકીની કરી ધરપકડ
વલસાડ કાંઠા વિસ્તારમાં વિડીયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં
વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ઉંટડી ગામે રહેતાં પિનાકીન પટેલ નામના યુવાને જીવનાં જોખમે ખુલ્લી જીપ સાથે સ્ટંટ કરતો હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો. જેની પોલીસને જાણ થતા આજ રોજ તેની ધરપકડ કરી હતી. કાર પર સ્ટંટ કરનારા યુવકની પોલીસે ધરપકડ કરતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો- દમણમાં બોગસ પ્રેક્ટિસ કરતા 5 બોગસ તબીબની ધરપકડ
આ અગાઉ પણ દારૂના કેસમાં સ્ટંટ કરનાર યુવક ઝડપાઇ ચૂક્યો છે
ડુંગરી PSI જયદીપ રાજપુતના જણાવ્યા મુજબ, આ યુવાન આગળ બે વખત દારૂના કેસમાં પકડાયો હતો. સ્ટંટ કરવા માટે તે મિત્રની કાર લઇ ગયો હતો. વધુમાં PSIએ આવા રોમિયોગીરી કરનારાઓને ડુંગરી વિસ્તારમાં કોઇ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં એમ કહ્યું હતું. આમ જન આશીર્વાદ રેલી પૂર્ણ થયા બાદ યુવકે ખુલ્લી જીપમાં સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો હતો. આખરે પોલીસે યુવકની અટક કરી છે જીપ પણ કબ્જે લીધી છે.