ETV Bharat / state

લોખંડનો ભાવ વધતા કોંટ્રાક્ટર બ્રિજનું કામ મૂકી ભાગી ગયો, વિદ્યાર્થીઓ સહીત લોકો મુશ્કલીમાં

વલસાડના કપરાડામાં રાતા ખાડી ઉપર બનેલો જુનો બ્રીજ વર્ષોથી ડૂબી જાય છે. આજ કારણે નવો બ્રીજ (Valsad bridge problem ) મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા આવ્યો પણ માત્ર 2 પીલરો ઉભા કર્યા બાદ બ્રીજનું કામ આગળ ચાલ્યું નથી. જેના કારણે આજે પણ ચોમાસા દરમ્યાન અહીના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

લોખંડનો ભાવ વધતા કોંટ્રાક્ટર કામ મૂકી ભાગી ગયો, વિદ્યાર્થીઓ સહીત લોકો મુશ્કલીમાં

author img

By

Published : Jul 25, 2022, 7:08 PM IST

કપરાડા: ચોમાસા દરમ્યાન કપરાડામાં 100 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે. જેના કારણે અનેક નદીઓ ઉપર બનેલા ચેકડેમ કમ કોઝવે (Valsad bridge problem ) ડુબાણમાં ચાલી જાય છે અને વિવિધ ગામોના સંપર્ક કપાય છે. તો મોટાપોઢાં ગામે ઓમકચ્છ ફળિયા થઇ સેલવાસને જોડતો માર્ગ ઉપરથી વહેતી રાતા ખાડી ઉપર બનેલો જુનો બ્રીજ વર્ષોથી ડૂબી જાય છે. આજ કારણે નવો બ્રીજ મંજુર કરવામાં આવ્યો હતો, પરંતુ આજે 2 વર્ષ કરતા વધુ સમય વીતવા આવ્યો પણ માત્ર 2 પીલરો (three times of the Khatmuhurt) ઉભા કર્યા બાદ બ્રીજનું કામ આગળ ચાલ્યું નથી. જેના કારણે આજે પણ ચોમાસા દરમ્યાન અહીના લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

જીવના જોખમે પસાર કરે છે વિધાર્થીઓ

મોટાપોઢાં ઓમકચ્છ થઇને સેલવાસ તરફ જવા માટે મુખ્ય માર્ગ હોય મોટા ભાગે સ્થાનિક વાહન ચાલકો આજ માર્ગનો ઉપયોગ કરે છે. મોટાપોઢાં, બાલચોઢી, સુખાલા, ધરમપુર તરફના મોટાભાગના ગામોના લોકો સેલવાસ જવા માટે આજ માર્ગનો ઉપયોગ કરે છે. જયારે ચોમાસા દરમ્યાન સમાન્ય વરસાદ થાય ત્યારે પણ રાતા ખાદીના બ્રીજ ઉપરથી વરસાદી પાણી ફરી વળે છે. ઓમકચ્છ ફળિયા થઇ તંબાડી જતા માર્ગમાંથી વહેતી રાતા ખાડી ઉપર ચેકડેમ કમ કોઝવે વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો, જે આજે પણ હયાત છે. સમાન્ય વરસાદમાં પાણી આવી જતા નીચાણવાળા બ્રીજ ઉપરથી નદીનું પાણી ફરી વળે (work of the bridge was not completed ) છે અને કલાકો સુધી તે ડૂબેલો રહે છે.

ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી
ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી

જીવના જોખમે પસાર કરે છે વિધાર્થીઓ: રાતાખાડી ઉપર બનેલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિક લોકોની હાલત દયનીય છે. ઉપલા ફળિયામાં રેહતા લોકોના બાળકો સ્કૂલોમાં જવા માટે આજે પણ નદીના બ્રીજ ઉપરથી વહેતા પાણીમાં ઉતરીને જોખમી રીતે આવે છે. વાહન ચાલકો પણ પોતાના વાહનો વહેતા પાણીમાં ઉતારીને જીવના રસ્તો પસાર કરે છે. સમગ્ર બાબત અંગે સ્થાનિક આગ્રાણીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા અંદાજીત 2 કરોડના ખર્ચે નદી ઉપર બ્રીજ બનાવવા માટે મંજુરી મળી હતી.

ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી
ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી

આ પણ વાંચો: જાન જાયે પર ભૂંડ ના જાયે, કાર પર કાર અને તલવારનો વાર, જૂઓ વીડિયો...

બ્રીજનું કામ શરુ કરવા માટે રાજકારણીઓ દ્વારા શ્રીફળ વધેરી મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નદીના કિનારે 2 પાયાના પીલરો ઉભા કર્યા બાદ આજ દિન સુધી આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિકોને આજે પણ ચોમાસા દરમ્યાન જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. રાતાખાડી ઉપર સ્થાનિકોએ કરેલી રજૂઆત બાદ અંદાજીત 2 કરોડના ખર્ચે ઉંચો બ્રીજ બનાવવા માટેના કામને મંજુરી સાથે અક્ષય કન્સ્ટ્રકશન કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું જેનું કામ શરુ કરવામાં આવ્યું હતું.

ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી
ચોમાસા દરમ્યાન લોકોને મુશ્કેલી

આ પણ વાંચો: આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી

કોરોના લોક ડાઉન આવી જતા કામ ખોરંભે પડ્યું હતું. જે બાદ ત્યાં કામ કરનારા મજુરો જતા રહ્યા હતા અને પરત કોઈ ના આવતા આજ દિન સુધી બ્રીજની કામગીરી ખોરંભે પડી છે. સ્થાનિકોની માંગ છે કે, છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી ખોરંભે પડેલ નવા બ્રિજનું કાર્ય જલ્દીથી થાય તો આગામી ચોમાસા દરમ્યાન લોકોને પડતી હાલાકીમાંથી મુક્તિ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.