આ સફળ કાર્ડિયાક સર્જરીનો લાભ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીને આપવામાં આવ્યો છે. આયુષ્માન યોજનાના લાભાર્થી વિનોદભાઇ શર્મા સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, "અમારા જેવા સામાન્ય માણસને મુંબઇ, દિલ્હી કે સુરત જેવા મોટા શહેરમાં મળતી સારવાર સરકારની આયુષ્માન યોજના થકી વાપી જેવા નાનકડા શહેરમાં ઘરઆંગણે સારવાર મળી છે."
![રાજયની પ્રથમ સજાગ કાર્ડિયાક સર્જરી કરવામાં વાપીની હરીયા એલ.જી.હોસ્પિટલે મેળવી સફળતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3870125_vls.png)
આ અંગે ડૉ. કલ્પેશ એસ.મલિક જણાવે છે કે, "આ પ્રકારની સજાગ બાયપાસ સર્જરી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં બીજી વખત અને દુનિયામાં ચોથી કે પાંચમીવાર જ થઇ છે. આ ટેકનિકની મદદથી દર્દીને કોઇ વેન્ટીલેટર કે જનરલ એનેસ્થેસિયા આપવાની જરૂર રહેતી નથી. દર્દીને ફેફસાંને આડઅસર કે તકલીફ થવાની શકયતા ખૂબ ઓછી થઇ જાય છે. આ સર્જરી જનરલ હાર્ટ સર્જરી કરતાં સસ્તી છે."
આમ, હરીયા એલ.જી.રોટરી હૉસ્પિટલમાં તમામ પ્રકારની જટિલ કાર્ડિયાક સર્જરી સો ટકા સકસેસ સાથે નજીવા દરે કરવામાં આવે છે. અહીં મુંબઇ કે અન્ય શહેર જેવી જ શ્રેષ્ઠ સારવાર પુરી પાડવામાં આવે છે. આ હૉસ્પિટલમાં રાજ્ય સરકારની મા કાર્ડ, આયુષ્માન ભારત જેવી યોજના લાભન લાભાર્થીઓ આપવામાં આવે છે.