- હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓ માટે રક્તની જરૂરિયાત
- રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ પુરી કરવા રક્તદાન કરાયું
- SIAએ 101 યુનિટ રક્ત એકત્રિત કર્યું
વલસાડ : કોરોનાકાળમાં રક્તદાન કેન્દ્રો ખૂબ જ પ્રભાવિત થયા છે. એક તરફ દરેક હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત દર્દીઓ માટે, સગર્ભા મહિલાઓ માટે રક્તની તાતી જરૂર વર્તાઈ રહી છે. ત્યારે રક્તદાન કેન્દ્ર અને હોસ્પિટલના તબીબો તરફથી રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તની બનતી મદદ કરવાની ભલામણ થતા સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રક્તદાન કેન્દ્ર માટે 101 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું.
![SIAએ 101 યુનિટ રક્ત આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-bloodbank-blood-donate-avbb-gj10020_18062021212303_1806f_1624031583_132.jpg)
મદુરા ફાઉન્ડેશનના સહયોગમાં રક્તદાન કેમ્પનું આયોજન
જિલ્લાના સરીગામ ઔદ્યોગિક વસાહતમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલમાં સોશિયલ વેલ્ફેર કમિટી દ્વારા મદુરા ફાઉન્ડેશનના સહયોગમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં વરસતા વરસાદમાં પણ રક્તદાતાઓએ 101 યુનિટ રક્તનું દાન કર્યું હતું.
![SIAએ 101 યુનિટ રક્ત આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-bloodbank-blood-donate-avbb-gj10020_18062021212303_1806f_1624031583_619.jpg)
આ પણ વાંચો : સુરતની યુવતીએ પોતાના 18મા જન્મદિનની ઉજવણી રક્તદાન શિબિર યોજી કરી
કોરોનાકાળમાં રક્તની ખૂબ જ ઘટ વર્તાય રહી છે તો બનતી મદદ કરો
આ આયોજન અંગે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SIA)ના પ્રમુખ વી. ડી. શિવદાસાની અને સોશિયલ વેલ્ફેર કમિટીના ચેરમેન બી. કે. દાયમાએ વિગતો આપી હતી કે, રક્તદાન કેમ્પ માટે અન્ય સંસ્થાઓ, રક્તદાનકેન્દ્રો, હોસ્પિટલ તરફથી સતત રજૂઆત થતી હતી કે, કોરોનાકાળમાં રક્તની ખૂબ જ ઘટ વર્તાય રહી છે તો બનતી મદદ કરો.
![SIAએ 101 યુનિટ રક્ત આપ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-bloodbank-blood-donate-avbb-gj10020_18062021212303_1806f_1624031583_801.jpg)
વરસતા વરસાદમાં પણ રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું
SIAએ મદુરા ફાઉન્ડેશનના સહયોગથી આ બીડું ઝડપ્યું હતું કે, જેટલું બને તેટલું રક્ત એકત્રિત કરી મદદરૂપ થાય એ બાદ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરસતા વરસાદમાં પણ રક્તદાતાઓએ રક્તનું દાન કરી ઉત્સાહ વધારતા આગામી દિવસોમાં પણ રક્તની ઘટ નિવારવા જેટલા પણ કેમ્પ કરવા પડશે તેટલા કેમ્પ કરવાનું બીડું ઝડપ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ જિલ્લામાં યોજાયો ભવ્ય રક્તદાન કેમ્પ
રક્તની ઘટની સમસ્યા ઉભી થયા બાદ રક્તદાન કેન્દ્રો સૌથી વધુ પ્રભાવિત
કોરોનાકાળમાં રક્તની ઘટની સમસ્યા ઉભી થયા બાદ રક્તદાન કેન્દ્રો સૌથી વધુ પ્રભાવિત થયા છે. રક્તએ કોઈ ફેક્ટરીમાં ઉત્પન્ન થતું નથી. રક્તદાનથી જ આ ઘટ પુરી શકાય છે. SIAએ સહયોગી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોના સહયોગથી આ ઘટને પુરી કરવા રક્તદાતાઓને પણ પ્રેરિત કર્યા હતા.