ઉમરગામઃ કોરોનાના સંક્રમણને રોકવા માટે વલસાડ જિલ્લાના સંજાણ ગ્રામ પંચાયત વિસ્તારના માર્ગો બંધ કરાયા છે. મહારાષ્ટ્રથી આવતા લોકોને રોકવા તાલુકા મામલતદારના લેખિત સૂચન બાદ બુધવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે અહીંના પતરા જ ચોરાઈ જતા લોકોમાં અચરજ ફેલાઈ છે.
ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડરને અડીને આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી લોકો ઉમરગામમાં ન પ્રવેશે તે માટે જમીનની હદ સાથે જોડાયેલા ગામોને તાલુકા મામલતદાર દ્વારા લેખિત જાણ કરી મહારાષ્ટ્ર તરફ જતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવા જણાવ્યું છે. સંજાણ ગ્રામ પંચાયત દ્વારા સંજાણ ઉધવા રોડ ઉપર મુખ્ય માર્ગ પર મહારાષ્ટ્ર તરફથી આવતા લોકોને રોકવા પતરા લગાવી દેવામાં આવ્યા છે.