- વલસાડ તાલુકામાં 5 જગ્યાએ વૈકલ્પિક અગ્નિદાહની તાત્કાલિક વ્યવસ્થા
- વધતા જતા મોતને લઈને વલસાડ તાલુકામાં અગ્નિદાહ માટે તાત્કાલિક વ્યવસ્થા કરાઈ
- વલસાડના જૂજવાં, પાથરી, ટીઘરા અને હરિયા ગામે વૈક્લિક સ્મશાનભૂમિ બનાવાઈ
વલસાડ: મામલતદાર મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, અતુલ ગામથી 2 કિમી દૂર અંતરિયાળ વિસ્તારની સરકારી જગ્યામાં 30થી 40 મૃતદેહો 2 પાળીમાં અગ્નિદાહ થઇ શકશે. જુજવા,પાથરી,તીઘરા અને હરિયામાં પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોવિડ પ્રોટોકોલ મુજબ હાલ કોરોનાની સ્થિતિ જોતા મૃતકોના અંતિમ સંસ્કાર કરી માનવસેવાનું કાર્ય કરવા પ્રયાસ કરાઇ રહ્યો છે. લોકચર્ચા મુજબ બીજી તરફ સરકારી યાદીમાં મોતની સંખ્યા ઓછી છે. તો વધુ અગ્નિદાહ માટેની વ્યવસ્થા ઉભી કરવાની તંત્રને કેમ જરૂરિયાત ઉભી થઈ તેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો: વલસાડમાં બુધવારે કોરોનાના 70 નવા કેસ નોંધાયા, 4ના મોત
કેસો વધતાં નવા સ્મશાન ગૃહની તૈયારી
વલસાડ તાલુકો કોરોનાનો હોટસ્પોટ બનતા તંત્ર સતર્ક થઇ ગયું છે. સ્મશાન ગૃહોમાં સગડીઓ ઘટી જતાં વલસાડના અતુલથી 1 કિમી દૂર ખુલ્લી પડતર જમીનમાં અગ્નિદાહની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે મંગળવારે મામલતદા મનસુખભાઇ વસાવા, ટીડીઓ વિમલ પટેલે પોલીસ ટીમ સાથે સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. જ્યાં કોવિડ-19ના નિયમો અનુસાર મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો: કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી કોરોના પોઝિટિવ
વલસાડ તાલુકાના જૂજવાં, હરિયા અને કોસંબામાં સ્મશાનની કરાઈ વ્યવસ્થા
જુજવા, હરિયા, અતુલમાં આવેલું જૂનુ સ્મશાન અને હયાત સ્મશાનમાં કોવિડ મૃતકોના અંતિમ સંસ્કાર થશે. કોસંબામાં વધારાની 2 સગડી, જૂજવા સ્મશાનમાં વધારાની 1 સગડીની વ્યવસ્થા કરાશે. આમ, વહીવટી તંત્ર દ્વારા વલસાડ તાલુકામાં કોવિડ દર્દીઓની અંતિમ ક્રિયા માટે વિશેષ સ્મશાન સરકારી જગ્યામાં ઉભા કરવાની ફરજ પડી રહી છે. જે ક્યાંકને ક્યાંક ચોક્કસ ઈશારો કરે છે કે, જિલ્લામાં આગામી દિવસમાં સ્થિતિ વિકટ બની શકે છે.