વલસાડ જિલ્લાના મરલા ગામે ખેરના લાકડાનો જથ્થો ભરીને ટેમ્પોમાં લઇ જવામાં આવ્યો હોવાની બાતમી ઉત્તર વનવિભાગને મળતા ફોરેસ્ટ વિભાગના અધિકારીએ પેટ્રોલિંગ દરમિયાન ટેમ્પોમાં લઇ જવામાં આવતા 8 ટન જેટલા છોલેલા ખેરના લાકડામાં 449 નંગ જેની કિંમત અંદાજીત રૂપિયા 3 લાખના મુદ્દામાલને ઝડપી પાડયા હતા. આ જથ્થો ટેમ્પોમાં કેળાના પાનની આડમાં લઈ જવાતો હતો. જંગલ ખાતાના અધિકારીને જાણ થતા ટેમ્પો ચાલક અને અન્ય મજૂરો ટેમ્પો મૂકીને ભાગી ગયા હતા. હાલ જંગલ વિભાગે ટેમ્પો સહિત 7 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
વલસાડ ઉત્તર વન વિભાગના ડી.એફ.ઓ.ડો. બી.સુચિન્દ્રાએ જણાવ્યું કે, ભુતકાળમાં પણ આવી ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા અન્ય કોઈ એમાં સામેલ છે કે, કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.