ETV Bharat / state

નોકરી વાંચ્છુક યુવાનો માટે અનુબંધમ પોર્ટલ લોન્ચ, પ્રચાર માટે બેઠકનું કરાયું આયોજન - VIA Hall in Vapi

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નોકરી વાંચ્છુક યુવાનોને નોકરી મળે ઉદ્યોગકારોને સારો સ્ટાફ મળે તે માટે અનુબંધમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના પ્રચાર પ્રસાર માટે તેમજ પોર્ટલની વિગતવાર માહિતી ઉદ્યોગકારોને મળી રહે તે માટે વાપીમાં VIA હોલ ખાતે વાપીના ઉદ્યોગકારો સાથે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ એક બેઠકનું આયોજન કર્યું હતુ.

નોકરી વાંચ્છુક યુવાનો માટે અનુબંધમ પોર્ટલ લોન્ચ, પ્રચાર માટે બેઠકનું કરાયું આયોજન

author img

By

Published : Sep 4, 2021, 8:26 AM IST

  • ગુજરાત સરકારે લોન્ચ કર્યું અનુબંધમ પોર્ટલ
  • શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવે આપી વિગતો
  • વાપીના ઉદ્યોગકારોને પોર્ટલના લાભથી અવગત કર્યા

વલસાડ: વાપીમાં આવેલા ઉદ્યોગોમાં સ્કીલ્ડ સ્ટાફ મળી શકે રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારને રોજગારી મળી શકે તે માટે ગુજરાત સરકારે લોન્ચ કરેલા અનુબંધમ પોર્ટલના પ્રચાર પ્રસાર માટે વાપીમાં VIA હોલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ એક બેઠક યોજી હતી. જેમાં પોર્ટલથી થનારા લાભ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. તેમજ ઉદ્યોગકારોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કર્યું હતું.

નોકરી વાંચ્છુક યુવાનો માટે અનુબંધમ પોર્ટલ લોન્ચ, પ્રચાર માટે બેઠકનું કરાયું આયોજન

ગુજરાત સરકારે હાલમાં જ અનુબંધમ પોર્ટલ લોન્ચ કર્યું

ગુજરાત સરકારે હાલમાં જ અનુબંધમ પોર્ટલ લોન્ચ કર્યું છે. યુવાનોને વધારેમાં વધારે રોજગારીની તકો ઉપલબ્ધ થાય ઉદ્યોગકારોને સ્કીલ્ડ અને જરૂરિયાત મુજબનો સ્ટાફ મળે તે આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે અંગે વાપીમાં VIA હોલ ખાતે વાપીના ઉદ્યોગકારોને શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો: 7 જૂને આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, કરદાતાઓના કામકાજ થશે સરળ

ઉદ્યોગકારો જરૂરિયાત મુજબનો સ્ટાફ મેળવી શકશે

અંજુ શર્માએ આ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે લોન્ચ કરેલ અનુબંધમ પોર્ટલ પર રોજગાર વાંચ્છુક યુવાનો પોતાનું રજિસ્ટ્રેશન કરી જરૂરી ડેટા અપલોડ કરી શકશે. અને કેવા પ્રકારની નોકરી મેળવવા માંગે છે તે તમામ વિગતો ઘરબેઠા ઉદ્યોગકારોને આપી શકશે. જે આધારે ઉદ્યોગકારો પણ પોતાની ઓફિસમાં બેઠા-બેઠા જ પોતાની જરૂરિયાત મુજબનો સ્ટાફ સિલેક્ટ કરી તેમને નોકરી પ્રદાન કરી શકશે.

રોજગાર મેળવવા માંગતા યુવાનોને ઇચ્છિત નોકરી મળશે

આ પોર્ટલ થકી ઉદ્યોગકારો સ્કીલ્ડ સ્ટાફ ડાયરેક્ટ ભરતી કરી શકશે. જ્યારે ઇચ્છિત રોજગાર મેળવવા માંગતા ઉમેદવાર નોકરી મેળવી શકશે. સરકારના આ શુભ આશયની માહિતી વાપીના ઉદ્યોગકારોને મળે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અંજુ શર્માએ જણાવ્યું હતું.

60 હાજારથી વધુ ઉમેદવારોએ 15 દિવસમાં રજિસ્ટ્રેશન કરાવ્યું

અંજુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ પોર્ટલ થકી કોરોનામાં નોકરી ગુમાવનાર યુવાનોને નોકરી મળી શકે છે. એ જ રીતે કોરોના દરમિયાન કામદારોની અછત ભોગવતા ઉદ્યોગકારો પોતાની જરૂરિયાત મુજબનો સ્ટાફ મેળવી શકશે. હાલમાં આ પોર્ટલ લોન્ચ થયાને 15 દિવસ થયા છે. જેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળતા અત્યાર સુધીમાં 10 હજારથી વધુ માલિકોએ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે 60 હજારથી વધુ ઉમેદવારોએ આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો: ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, આ લોકોને થશે ફાયદો

ઉદ્યોગોને સારો સ્કિલ્ડ મેનપાવર મળશે

બેઠકમાં ઉપસ્થિત રહેલ ધારાસભ્ય કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે શરૂ કરેલા આ પોર્ટલથી નોકરી મેળવનારને ઉત્તમ તક મળશે. ઉદ્યોગોને સારો સ્કિલ્ડ મેનપાવર મળી શકે છે. જે બંને પક્ષે લાભદાયી નીવડશે. જ્યારે ઉદ્યોગકારોએ પોર્ટલ અંગે મૂંઝવતા પ્રશ્નો જેવા કે પોર્ટલ પર થયેલ રજીસ્ટ્રેશન કાયદેસર છે કે નહીં, ઉદ્યોગો સામે અથવા તો નોકરી મેળવનાર યુવાનો દ્વારા તેનો ગેર ઉપયોગ થાય તો કઈ રીતના પગલાં લેવામાં આવશે તેવા મૂંઝવતા પ્રશ્નો અંગે પણ બેઠકમાં જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

એપ્રેન્ટીસ ભરતી અંગે અને સ્ટાઈપેન્ડ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, પોર્ટલના પ્રચાર પ્રસાર દરમિયાન એપ્રેન્ટીસ યુવાનોને જે સરકાર તરફથી અને ઉદ્યોગકારો તરફથી સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. તે અંગે ઉદ્યોગકારોએ પોતાને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતાં. તેમજ તે અંગે જરૂરી સૂચનો કર્યા હતાં. બેઠકમાં વલસાડ વહીવટીતંત્ર તરફથી વલસાડ કલેકટર, DDO, વલસાડ રોજગાર કચેરીના અધિકારી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી સહિત ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.