- 1500 શિક્ષક મતદારો પૈકી 1323 મતદરોએ કર્યું મતદાન
- જિલ્લાના 5 તાલુકામાં બિનહરીફ ઉમેદવાર બનતા માત્ર એક કપરાડા તાલુકામાં ચૂંટણી યોજાઈ
- એકતા ગરિમા પેનલ અને નવ સર્જન પેનલ વચ્ચે યોજાઈ ચૂંટણી
વલસાડ- આજે પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં એકતા ગરિમા પેનલમાં પ્રમુખના ઉમેદવાર તરીકે હરેશભાઈ લલ્લુભાઈ પટેલ, નવ સર્જન પેનલ માટે બિપિનકુમાર ઠાકોરભાઈ પટેલના જિલ્લા કારોબારી સભ્ય 12 અને 15 વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.
કુલ 1508 પૈકી 1323 જેટલું મતદાન નોંધાયું હતું
જો કે, આ ચૂંટણી પૂર્વે દરેક તાલુકામાં પ્રાથમિક શિક્ષક સંઘ માટેની પ્રમુખની બેઠક માટે ચૂંટણીનું આયોજન કરવાનું નક્કી કરાયું તે સમયે પાંચ જેટલા તાલુકાઓમાં પ્રમુખ તરીકે બિનહરીફ ઉમેદવારોની નિમણૂક કરી દેવાઈ હતી. જેના પગલે પાંચ તાલુકાઓમાં ચૂંટણી ટળી ગઇ હતી. જેમ કુલ 1508 પૈકી 1323 જેટલું મતદાન નોંધાયું હતું, એટલે કે 87 ટકા મતદાન નોંધાયુ છે. જો કે, હાલ મતગણતરી ચાલી રહી છે, ત્યારે બધાની સીધી નજર તેના પર હોવાનું જણાય છે.
પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ઉભેલા બન્ને ઉમેદવારોએ જીતનો દાવો કર્યો
આજે કપરાડા તાલુકા મથક પર પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં નવસર્જન પેનલ અને એકતા ગરિમા પેનલ વચ્ચે સીધી જંગ યોજાઇ હતી. આ ચૂંટણીના બન્ને પ્રમુખ પદના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે તેમજ ચૂંટણી જીત્યા બાદ શિક્ષકોના પ્રાણપ્રશ્નોને પુર્ણ કરવા માટે તેમજ કાયમી ધોરણે તેનું નિરાકરણ લાવવા માટે અગ્રેસર રહેવાનું જણાવ્યું છે.
મોડી રાત્રે ચૂંટણીનું પરિણામ જાહેર થશે
જો કે, હાલ તો ચૂંટણી પરિણામ પર સૌની નજર છે અને મોડી રાત્રે પરિણામ જાહેર થશે. હાલ તો બન્ને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા છે અને શિક્ષકોના પડતર પ્રશ્નો માટે લડત ચલાવી પ્રશ્નોનું નિરાકરણ લાવવા સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું છે.
આ પણ વાંચો- અરવલ્લીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી રદ
આ પણ વાંચો- અરવલ્લી જિલ્લા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ, કુલ 12 ઉમેદવારો મેદાનમાં