- રાજ્યના છેવાડે આવેેલા ગામમાં સ્વાથ્ય સેવા બેહાલ
- વલસાડના કપરાડામાં હોસ્પિટલની માગ ઉઠી
- જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું આવેદન
કપરાડા: તાલુકો ઘણો પછાત હોવાને કારણે મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સારવાર માટે વલસાડ વાપી તરફ જવું પડે છે અને કપરાડા તાલુકા મથકથી વલસાડ જવા માટે એકથી બે કલાકનો રસ્તો કાપવો પડે છે સાથે જ ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે રસ્તા બિસ્માર હાલતમાં હોવાથી તેમજ વાહનોની પણ અછત હોવાને કારણે ઘણા કિસ્સાઓમાં રસ્તામાં જ લોકોના પ્રાણ ખોવાનો વારો આવ્યો છે. સમસ્ત આદિવાસી સંગઠન ના અગ્રણી દ્વારા વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપીને કપરાડા તાલુકા મથક એસ્ટેટ હોસ્પિટલ ફાળવણી કરવાની માગ કરી હતી.
6 મૃદ્દાઓ દ્વારા રજૂઆત
સમસ્ત આદિવાસી સમાજ ના અગ્રણી દ્વારા આજે વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી છ જેટલા મુદ્દાઓને આવરી લઈ કપરાડા તાલુકા મથકે સ્ટેટ હોસ્પિટલ ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ 6 મુદ્દાઓની વાત કરીએ તો આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલા મુદ્દાઓમાં
રાજ્યના છેવાડાના ગામોમાં આરોગ્ય વ્યવસ્થા બેહાલ 1. કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે જેને લઇને કપરાડા તાલુકાના ટ્રાયબલ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે કપરાડા તાલુકાની ભૌગોલિક સ્થિતિ ડુંગરાળ વિસ્તાર અને જંગલ વિસ્તાર છે જેથી કપરાડા તાલુકાની મોટાભાગની વસ્તી ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહી છે ડુંગર અને જંગલ વિસ્તાર હોવાના કારણે રસ્તા તથા આધુનિક સુવિધાનો અભાવ છે2. કપરાડા તાલુકો ઘણો પછાત હોવાના કારણે મોટાભાગના લોકોને સ્વાસ્થ્ય સારવાર માટે મોટેભાગે વલસાડ તથા વાપીમાં સારવાર માટે જવું પડતું હોય છે અને કપરાડા તાલુકાથી વલસાડ જવા માટે એકથી બે કલાકનો એટલે કે 80 થી 90 કિલોમીટરનો રસ્તો કાઢવો પડતો હોય છે.3.) કપરાડા તાલુકાનો મોટો વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે રસ્તાની બિસ્માર હાલત તથા વાહન વ્યવહારની અછત હોવાના કારણે કેટલીક ગરીબ માણસોને રસ્તામાં જ પ્રાણ ખોવાનો વારો આવતો હોય છે4.) કપરાડા તાલુકાની વસ્તી ગરીબ અને પછાત હોવાને કારણે પોતાના વાહનો પણ ન હોવાને લીધે ભાડૂતી વાહનો કરી મોટા શહેરોમાં જવું પડતું હોય છે અને ખાનગી વાહનચાલકો કેટલીક વખત મજબૂરીનો લાભ ઉઠાવી બેથી ત્રણ ગણું ભાડું વસુલ લઈ લેતા હોય છે.5.) તાજેતરમાં કોવિડની મહામારીનો સમય ચાલી રહ્યો છે અને હાલના સમયમાં કોઈપણ જાતનું આધુનિક અને લેટેસ્ટ સુવિધા ધરાવતી કોઈપણ હોસ્પિટલ કપરાડામાં નથી જેને લઇને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને તેને લઈને ઘણા બાળકો મા બાપ વગરના બન્યા છે.6.) કપરાડા તાલુકા મથકે તથા નાનાપોન્ડા મુકામે રેફરલ હોસ્પિટલ આવેલી છે પણ તેમાં પણ આધુનિક સુવિધાનો અભાવ જોવા મળે છે જેથી કેટલીક વખત માણસોને જરૂરિયાત મુજબની સારવાર મળી રહેતી નથી.
સ્ટાફ અને સુવિધાનો અભાવ
કપરાડાના અંતરિયાળ ગામોમાં અનેક સરકારી હોસ્પિટલો આવેલી છે પરંતુ કેટલીક હોસ્પિટલોમાં સ્ટાફના અભાવે તો ઘણી જગ્યા ઉપર સાધનોના અભાવે જરૂરિયાત મુજબની સારવાર દર્દીઓને મળી રહેતી નથી જેના કારણે લોકોને ખાનગી હોસ્પિટલ તરફ વળવાનો વારો આવે છે જો કપરાડામાં રેફરલ હોસ્પિટલને સ્થાને સ્ટેટ હોસ્પિટલ શરુ કરવામાં આવે તો સ્થાનિક લોકોને તેમના નજીકના વિસ્તારમાં જ આરોગ્યલક્ષી ઉત્તમ સારવાર મળી રહે તેમ છે.