ETV Bharat / state

વલસાડમાં ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરાયા

વલસાડઃ પુલવામાં શહીદ થયેલા જવાનોની યાદમાં વૃક્ષપ્રેમીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠમાં યોજાયો હતો. જેમાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, વલસાડ વનવિભાગના અધિકારી અને સામાજિક સંસ્થાના આગેવાનોના હસ્તે વૃક્ષપ્રેમીઓને ગ્રીન એપ્રિસિએશ અને ડેન્સ ફોરેસ્ટ પ્લાન્ટેશને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

વલસાડ
વલસાડ
author img

By

Published : Dec 17, 2019, 7:46 AM IST

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઇ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રુપ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ વન બનાવવામાં આવશે. જેની માટે 40 હજાર વૃક્ષો વાવવાની નેમ સેવનાર ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રૂપના ડૉ. આર. કે. નાયર દ્વારા વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કામગીરીની શરૂઆત કરાવી હતી.

આ સાથે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપવા એક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં વર્ષોથી વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરતાં પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વ્યક્તિઓએ 'ડેન્સ ફોરેસ્ટ પ્લાન્ટેશન' એવોર્ડ, વિદ્યાર્થીઓ અને બાળકોને 'ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વલસાડમાં ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ દ્વારા પર્યાવરણ પ્રેમીઓને સન્માનિત કરાયાં

આ અવસરે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપતા આદિજાતિ વિકાસ અને વન પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે, "માનવી દ્વારા વિવિધ કારણોસર ધરતી પરથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. સાત વૃક્ષોનું ઓક્સિજન એક માનવીને સંપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. આજે વિશ્વમાં એકંદરે તાપમાન વધવાની સાથે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. પર્યાવરણની અનેક સમસ્યાઓ વધી રહી છે જેનું મૂળ કારણ વૃક્ષોનું નિકંદન છે. તેથી આપણે સૌએ આ બાબતે જાગૃત થઈ વૃક્ષારોપણ વિશે ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા સાત વૃક્ષો વાવવા જોઇએ."

સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં ઉમરગામના RFO પી. યુ. પરમાર, લક્ષ્મી વિદ્યાપીઠના ડાયરેક્ટર બાસવરાજ પાટીલ, રોટરી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ, પુલવામાના શહીદ વનના ટીમ લીડર અજીત થોમસ, કૉલેજના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro:location :- સરીગામ

assignment approved story

સરીગામ :- પુલવામાંમાં શહીદ થયેલા જવાનોની યાદમાં દેશના વિવિધ સ્થળે વૃક્ષો વાવનાર વૃક્ષપ્રેમીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ વલસાડ જિલ્લાના સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર, વલસાડ વનવિભાગના અધિકારી અને સામાજિક સંસ્થાના આગેવાનોના હસ્તે આવા વૃક્ષપ્રેમીઓને ગ્રીન એપ્રિસિએશ અને ડેન્સ ફોરેસ્ટ પ્લાન્ટેશન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઇ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રૂપ દ્વારા સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા શહીદ વન બનાવવામાં આવનાર છે. જે માટે 40 હજાર વૃક્ષો વાવવાની નેમ સેવનાર ફોરેસ્ટ ક્રિએટર્સ ગ્રૂપના ડૉ. આર. કે. નાયર દ્વારા વન અને આદિજાતિ પ્રધાન રમણ પાટકર ના હસ્તે વૃક્ષારોપણ કામગીરીની શરૂઆત કરાવી હતી.

આ સાથે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપવા એક સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વર્ષોથી વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરતા પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. જેમાં ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને વ્યક્તિઓએ 'ડેન્સ ફોરેસ્ટ પ્લાન્ટેશન' એવોર્ડ તેમજ વિદ્યાર્થીઓ અને બાળકોને 'ગ્રીન એપ્રિસિએશ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે પર્યાવરણ પ્રેમીઓને પ્રોત્સાહન આપતાં આદિજાતિ વિકાસ અને વન પ્રધાન રમણ પાટકરે જણાવ્યું હતું કે માનવી દ્વારા વિવિધ કારણોસર ધરતી ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. સાત વૃક્ષોનું ઓક્સિજન એક માનવીને સંપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી છે. આજે વિશ્વમાં એકંદરે તાપમાન વધવાની સાથે ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. પર્યાવરણની અનેક સમસ્યાઓ વધી રહી છે જેનું કારણ વૃક્ષોનું નિકંદન છે. તેથી આપણે સૌએ આ બાબતે જાગૃત થઈ વૃક્ષારોપણ વિશે ધ્યાન આપવું જોઈએ દરેક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમ્યાન ઓછામાં ઓછા સાત વૃક્ષો વાવવા જોઇએ

Conclusion:સરીગામની લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે પર્યાવરણ પ્રેમીઓને એવોર્ડ આપી સન્માનિત કરવાના આ કાર્યક્રમમાં ઉમરગામના RFO પી. યુ. પરમાર, લક્ષ્મી વિદ્યાપીઠના ડાયરેક્ટર બાસવરાજ પાટીલ, રોટરી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ, પુલવામાના શહીદ વનના ટીમ લીડર અજીત થોમસ, કોલેજના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

bite :- રમણ પાટકર, વન અને આદિજાતિ વિકાસ પ્રધાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.