ETV Bharat / state

વલસાડના ચાવશાળા ગામમાં ગૌદાન કાર્યક્રમ યોજાયો - પશુપાલન વ્યવસાય

વલસાડના ચાવશાળા ગામના બરડા ફળિયામાં જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગૌદાન કાર્યક્રમમાં જરૂરિયાતમંદ 47 લોકોને ગૌવંશનું દાન કરવામાં આવ્યું હતુ.

valsadnews
valsadnews
author img

By

Published : Jun 30, 2020, 9:35 AM IST

વલસાડ : જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગૌદાન કાર્યક્રમમાં જરૂરિયાતમંદ 47 લોકોને ગૌવંશ વિતરણ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ 991 ગૌવંશ ખેતી, પશુપાલન તથા પશુ સંવર્ધન માટે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં લોકોને પૂરા પાડવામાં આવ્યાં છે. કપરાડા અને ધરમપુર વિસ્તારના આદિવાસી સમાજના લોકો મોટા ભાગે ખેતી કામ કે મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

વલસાડના ચાવશાળા ગામે ગૌદાન કાર્યક્રમ સંપન્ન થયો

ત્યારે આવા સમયે ગૌવંશ દ્વારા તેઓ પશુપાલન અને સાથે સાથે ખેતી કામગીરી પણ ખૂબ ઉત્તમ રીતે કરી શકે અને પશુપાલન વ્યવસાય ને વેગ મળે એવા હેતુસર છેલ્લા કેટલાક સમયથી કપરાડા વિસ્તારના અનેક ગામોમાં ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પ્રભવ હેમ કામધેનુ ગિરિ વિહાર ટ્રસ્ટ, પાલીતાણાની વાઘલધરા શાખાના રાહુલભાઇ ,સેહુલભાઈના સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો.

  • જતન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌદાન કાર્યક્રમનું આયોજન કરાયું
  • 47 જરૂરિયાતમંદ લોકોને ગૌવંશ વિતરણ કરાયા
  • કપરાડા વિસ્તારના અનેક ગામોમાં ગૌદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટના નૂતનબેન શેઠિયાના માર્ગદર્શન હેઠળ ડૉ. આશા ગોહિલની અધ્યક્ષતા હેઠળ વલસાડના ડૉ. વિલ્સન મેકવાન, હાર્દિકભાઈ પટેલ, હેમંતભાઈ ગોહિલ, વરવઠના અમરતભાઈ, સુરેશભાઈ, ચાવશળાના હિરામનભાઈની મદદથી આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જરૂરિયાતમંદ 47 લોકોને ગૌવંશનું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપરાડા તાલુકાના મામલતદાર કલ્પેશ સુવેરા નાયબ મામલતદાર જયદીપ તથા ગામના સરપંચ લક્ષ્મણભાઈ પાલવા ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.