- વાપીની હરિયા હોસ્પિટલમાં ફાયર વિભાગે મોકડ્રીલ યોજી
- આગની હોનારતમાં બચાવ કામગીરીનો ડેમો રજૂ કરાયો
- નોટિફાઈડની ફાયર ટીમે તમામ લોકોને આપ્યું માર્ગદર્શનવાપીની હરિયા હોસ્પિટલમાં આગ લાગે ત્યારે શું કરવું તે અંગે ફાયર વિભાગે મોકડ્રીલ યોજી
વાપી: વલસાડ જિલ્લાના વાપી-ધરમપુર શહેરમાં ડિઝાસ્ટર મેનેમેન્ટ વિભાગ દ્વારા આ હોસ્પિટલમાં આગની હોનારતમાં કઈ રીતે બચાવ કામગીરી કરવી તે અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા હરિયા હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આમાં વાપી નોટિફાઈડ ફાયર વિભાગની ટિમને આગ અંગેનો કોલ કર્યા બાદ ફાયરની ટિમ હોસ્પિટલમાં પહોંચતાં લોકોમાં દોડધામ મચી હતી. હોસ્પિટલમાં આગના ધુમાડા સાથે સારવાર લઈ રહેલા દર્દીઓને બહાર કાઢવાની કામગીરીના ડેમો રજૂ કરાયો હતો.

આગની ઘટના સમયે સારવાર લઈ રહેલા દર્દીઓ અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે ફાયર વિભાગે ડેમો રજૂ કર્યો હતો. અંદાજે 30 મિનિટ ચાલેલી મોકડ્રીલમાં આગની ઘટના સમયની સ્થિતિ વર્ણવામાં આવી હતી. જિલ્લાના અન્ય નગરોમાં પણ ડિઝાસ્ટર મેનેમેન્ટ વિભાગ દ્વારા આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરાવમાં આવ્યું હતું.