- હોસ્પિટલના સબ રૂમમાં મૃતદેહોનો ઢગલો જોવા મળ્યો
- રિપોર્ટ ન આવતા 3-3 દિવસ સુધી મૃતદેહ હોસ્પિટલમાં પડી રહે છે
- પોતાના સ્વજનનો મૃતદેહ લેવા પરિવારજનો 36 કલાક રાહ જોવે છે
- મૃતદેહને રિપોર્ટ ન આવે ત્યાં સુધી સબ ઘરમાં ખડકી દેવામાં આવ્યા
વલસાડઃ સિવિલ હોસ્પિટલમાં હાલ 370 બેડની વ્યવસ્થા છે. હાલ આ તમામ બેડ ફૂલ છે, જ્યાં એક્ટિવ કેસ સારવાર લઈ રહ્યા છે અને હજી પણ અનેક સંક્રમિત થયેલા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ખૂબ કપરી સ્થિતિમાં સિવિલ સુધી પહોંચેલા દર્દી દાખલ થઈ સારવાર મેળવે ત્યાં સુધીમાં તેમની હાલત ખૂબ નબળી થઈ જતાં તે સારવાર મેળવે તે પહેલાં જ દમ તોડી દેતા હોય છે તો કેટલાક સારવાર દરમિયાન દમ તોડે છે.
આ પણ વાંચોઃ વાપીના મુક્તિધામમાં 15 દિવસમાં 90 કોવિડ મૃતદેહોને અપાયા અગ્નિસંસ્કાર
છેલ્લા બે દિવસમાં 30 થી વધુ લાશ સબ ઘર માં પ્લાસ્ટિક ની બેગ માં પડી રહીસિવિલ હોસ્પિટલમાં આવેલા સબ ઘરમાં છેલ્લા 3 દિવસમાં 30થી વધુ મૃતદેહ સબ ઘરમાં પડેલી જોવા મળી હતી અને આ મૃતદેહનો કબજો લેવા તેમના સ્વજનો સબ ઘરની બહાર 36 કલાક સુધી રાહ જોતા જોવા મળ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલની ઢીલી કમગીરીને કારણે જ્યાં સુધી બોડીના રિપોર્ટ ન આવે ત્યાં સુધી બોડી આપી શકાય એમ ન હોય તમામ મૃતદેહો સબ ઘરમાં પડેલી રહેતા કેટલીક પ્લાસ્ટિકમાં પેક કરેલી બોડી દુર્ગંધ મારતી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો
36 કલાક સુધી સુધી સ્વજનોને મૃતદેહનો કબજો ન આપતા સિવિલ તંત્ર સામે લોકોનો રોષ
મૃતકના સ્વજનોને મૃત્યુની ખબર આપ્યા બાદ વલસાડ સિવિલમાં મૃતકના મૃતદેહને અંતિમવિધિ માટે કબજો લેવા માટે મૃતકના સ્વજનો સતત 24થી 36 કલાક સુધી તપસ્યા કરતા રહ્યા હતા, જેની પાછળનું કારણ જ્યાં સુધી મૃતદેહના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ ચોક્કસ ન આવે ત્યાં સુધી તેમના સ્વજનોને સોંપવી કે નહીં તે અંગે નક્કી થઈ શકે નહીં અને આ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતદેહ સ્વજનોને આપવામાં આવે છે ત્યારે રિપોર્ટ આવવામાં વાર લાગતા સિવિલ તંત્ર સામે પરિજનોનો વિરોધ જોવા મળ્યો હતો.
મોડી રાત્રે તમામ મૃતદેહને સિવિલ સંચાલકો દ્વારા તેમના સ્વજનોને કે પોઝિટિવ હોય એને સ્મશાને અંતિમ વિધિ માટે મોકલી દેવાઈ
છેલ્લા ત્રણ દિવસથી સિવિલમાં પડેલા મૃતદેહને મોડી સાંજે સિવિલ તંત્ર હરકતમાં આવ્યું હતું. એક જ સ્થળે મૂકવામાં આવેલા મૃતદેહના રિપોર્ટ આવ્યા બાદ સત્વરે તેમના સ્વજનોને અને જે પોઝિટિવ હતી. એ તમામને અંતિમ વિધિ માટે મોકલી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ, સવારે સબ ઘરમાં પડેલી લાશ સાંજ સુધીમાં તેમના સ્વજનોને આપી દેવામાં આવી હતી. તો કેટલાક મૃતદેહને રિપોર્ટ બાદ અંતિમ વિધિ માટે મોકલી દેવામાં આવી હતી.