વલસાડઃ અયોધ્યાના 1992 બાબરી વિધ્વંસ કેસમાં લખનઉની CBIએ વિશેષ ચુકાદો જાહેર કર્યો છે. આ ચુકાદામાં સ્પેશિયલ કોર્ટ જજે કહ્યું કે, બાબરી ધ્વંસ કોઈ પૂર્વાયોજિત કાવતરું ન હોતું. આ ઘટના અચાનક ઘટી હતી. આ ચુકાદામાં તમામ 32 આરોપીઓને નિર્દેષ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સૌથી ચર્ચિત બાબરી મસ્જિદ વિધવન્સ 28 વર્ષ પછી ચુકાદો આવ્યો છે. આ અંગે ઉચ્ચન્યાયાલયે દેશ ભરમાંથી બધાંને 6 ડિસેમ્બર 1992ના રોજ યોજકનારી 'કારસેવા' અથવા પવિત્ર સેવામાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. ન્યાયાલયે અયોધ્યા પહોંચી શકે તેવા કાર સેવકની સંખ્યા અંગે કઈ નિશ્ચિત નક્કી કર્યું ન હતું. કેટલાક અનૈતિક અને અસામાજિક તત્ત્વોના લીધે પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઈ ગઈ હતી અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
આ સમગ્ર બાબતે ધરમપુરથી 1991માં કાર સેવા કરવા અયોધ્યા ગયેલા 70થી વધુ લોકો પૈકીના કેટલાક લોકોએ ETV સાથે ખાસ વાતચીત કરી હતી અને તેમણે CBIએ લીધેલા નિર્ણયને વધાવ્યો હતો. તેમણે કહ્યું કે, બનેલી ઘટનાએ કોઈ પૂર્વ આયોજિત સડયંત્ર ન હતું ધરમપુર ખાતે રહેતા તપન સુરેશચંદ્ર કાપડિયાએ જણાવ્યું કે, તેઓ 1992માં 6 ડિસેમ્બરે બાબરીના ટોચ ઉપર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તે વખતે મંચ ઉપર અડવાણી, ઉમા ભારતી જેવા દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા અને તે સમયે ત્યાં કલ્યાણ સિંહની સરકાર હતી અને સ્થાનિક લોકોનો પણ સહકાર ખૂબ જ સારો હતો.
જ્યારે 1990ના સમયમાં મુલાયમસિંઘની સમાજવાદી સરકાર હતી. તે સમયે અયોધ્યા ખાતે પહોંચેલા 17 કારસેવકો પૈકી ધરમપુરના હેમંત ભાઈ કંસારા પણ તેમાં સામેલ હતા અને તેમણે તે સમયમાં બનેલી કેટલીક અનેક ઘટનાઓ કે જેના તેઓ સાક્ષી રહ્યા છે. તમામ ઘટનાઓ અંગે જણાવ્યું કે, તે સમયે અયોધ્યા પહોંચનારા કારસેવકો ઉપર કેવા પ્રકારનો અત્યાચાર પણ થયો હતો અને કેટલાક લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમ છતાં પણ CBI કોર્ટ દ્વારા લેવામાં આવેલા જજમેન્ટમાં ક્લીન ચીટ આપ્યા બાદ તમામ કારસેવકો હાલમાં સમગ્ર નિર્ણયને આવકારી રહ્યા છે.
મહત્વનું છે કે, વર્ષ 1990માં મુલાયમ સિંહની સરકાર હતી. તે સમયે ગુજરાતી અયોધ્યા ખાતે પહોંચેલા કારસેવકોને રોકવા માટે અલ્હાબાદ અને નૈની સ્ટેશન વચ્ચે આખી ટ્રેન અટકાવી દેવામાં આવી હતી. તેમજ અનેક કારસેવકોની ધરપકડ પણ કરાઇ હતી. તો કેટલાક પાસેથી પોલીસે પૈસા પણ લઈ લીધા હતા. કેટલાંક ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને તે સમયે ત્યાં કર્ફ્યૂ જેવી સ્થિતીનો માહોલ હતો. પરંતુ હાલ પરિસ્થિતિ ખૂબ જ સારી અને સરળ છે સાથે સાથે CBI દ્વારા આજે કારસેવકોને ક્લીનચિટ અપાય છે જે ખૂબ જ યોગ્ય નિર્ણય હોવાનું કારસેવકો જણાવી રહ્યા છે.