ETV Bharat / state

આદિવાસી સમાજની પુત્રીઓએ પિતાને આપ્યો અગ્નિદાહ - tejas desai

વલસાડઃ વલસાડ જિલ્લાના ગામમાં રહેતા આદિવાસી સમાજની બે દિકરીઓએ પિતાનો અંતિમ સંસ્કાર કર્યા હતા. પુરૂષપ્રધાન સમાજે પિતાનો અગ્નિદાહ આપવાનો અધિકાર દિકરાને જ આપવામાં આવ્યો છે. ત્યારે દિકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી સમાજને નવો સંદેશ આપ્યો છે.

આદિવાસી સમાજની દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો
author img

By

Published : May 23, 2019, 5:03 AM IST

જિલ્લાના ધરમપુરમાં આવેલાં બામટી ગામના આદિવાસી પરિવારની બે દિકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો છે. આ પરિવારમાં કોઇ દિકરો ન હોવાને કારણે દીકરીઓએ પિતાની અંતિમક્રિયા કરી હતી.

બે દિકરીઓ અને પત્ની સાથે રહેતા દિપકભાઇ મોહનભાઇ પટેલ જમીનની લે-વેચનો ધંધો કરતા હતા.ખુશીથી જીવતા પરિવારમાં દુઃખનું મોજુ છવાઇ ગયું જ્યારે દીપકભાઇ કીડનીની બીમારી થઇ હતી. બે વર્ષ માંદગી પીડાયા બાદ દિપકભાઇ મોતને ભેટ્યા હતા. ત્યારે પિતાનો અંતિમ સંસ્કાર કોણ કરશે તેવો પ્રશ્નો ઉભો થયો હતો, ત્યારે પિતાની લાડકવાડીએ આગળ વધીને પિતાની અગ્નિ આપવા માટેનો નિર્ણય લીધો હતો.

VLD
આદિવાસી સમાજની દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપ્યો

સમાજના રીવાજોને પડકારીને આગળ વધીને દિકરીએ પિતાને ચિતાને અગ્નિ આપીને લોકોને નવી દિશામાં વિચારવાનો માર્ગ ચિંધ્યો છે કે, પિતાને અંતિમક્રિયા કરવાનો હક જેટલો દિકરાનો હોય છે,એટલો જ દીકરીનો પણ હોય છે. આમ, સમાજનો છેવાડાનો વર્ગ ગણાતા સમાજમાં આવી પહેલ ખરેખર પ્રશંનીય છે. જેથી સમાજના બીજા વર્ગના લોકોએ પણ શીખ લેવી જોઇએ અને દીકરીઓને તેમના અધિકાર આપવા જોઇએ.

Slag:- આદિવાસી સમાજ માટે ઉદાહરણ રૂપ કિસ્સો

ધરમપુરના બામટી ગામે બે આદિવાસી દીકરી એ પોતાના પિતાને અશ્રુભીની આંખે આપ્યો અગ્નિદાહ 

વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજ માં આજે પણ પોતાના રીત રિવાજો મુજબ તેમની અનેક વિધિઓ અટોપે છે એ પછી લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ અંતિમવિધિ એમાં પણ આદિવાસી સમાજમાં અંતિમવિધિ સમયે બાળકો અને મહિલાઓને સ્મશાને જવાનું નિષેધ છે જોકે વલસાડ જિલ્લાના આદિવાસી સમાજમાં બનેલી એક વિરલ ઘટના કહીએ તો એક પિતા ની ચિતા ને મુખાગ્નિ ખુદ દીકરી એ આપી ને આદિવાસી સમાજ માં એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે 21 મી સદીમાં દીકરો જ સર્વસ્વ નથી હોતો દીકરી પણ તેની ગરજ સારે છે 

આદિવાસી સમાજ માટે આ વિરલ ઘટના છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામની જ્યાં કિડની ની બીમારી થી પીડાતા પિતાએ અંતિમ શ્વાસ લીધા બાદ પોતાની બે પુત્રીઓ એ સ્મશાન માં જઈ પિતાને અગ્નિસંસ્કાર કર્યા હતા 

ધરમપુર તાલુકાના બામટી ગામે રહેતા દિપકભાઈ મોહનભાઈ પટેલ જેઓ જમીન લે વેચ અને વિવિધ કાર લે વેચ નો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા ઈશ્વરે તેમને સંતાન માં બે દીકરી ઓ દીધી હતી પણ બંને દીકરી એક પુત્ર સમોવડી હતી 2 વર્ષ અગાઉ તેઓ કિડની ની બીમારી થી ગ્રસ્ત બન્યા હતા અને સારવાર શરૂ કરી હતી પરંતુ તેઓની નાદુરસ્ત તબિયત માં બંને દીકરી એ જ તેમનો સાથ આપ્યો અને પોતાનું શિક્ષણ પણ એટલુંજ ખંત થી પૂર્ણ કર્યું ગત તારીખ 20 મેં ના રોજ દીપકભાઈ નું અવસાન થતાં પરિવાર માં શોકનું મોજું ફરી વળ્યું હતું દરેકની આંખો ભીની બની હતી ત્યારે બંને દીકરીઓ હોય પિતાને અગ્નિદાહ કોણ આપશે એવા સવાલ થતા બંને દીકરી સ્વેચ્છાએ આગળ આવી પોતે પિતાને અંતિમવિધિ કરશે નું મક્કમ નિર્ધાર કર્યો હતો અને બંને દીકરી રિયા અને રિચા એ સ્મશાને જઈ પોતાના પિતાને અશ્રુભીની આંખે અગ્નિદાહ આપીને અંતિમ વિદાય આપી હતી 

પુત્ર જ પિતાને અગ્નિદાહ દઈ શકે એવો વર્ષો જુનો સમાજનો નિયમને તોડી શિક્ષિત સમાજ માં એક અનોખું ઉદાહરણ પૂરું પાડી ને આદિવાસી સમાજ માં એક એવો મેસેજ આપ્યો છે કે પુત્ર જ નહીં પણ પુત્રી પણ એક પુત્ર તરીકે ની ગરજ સારી શકે છે 

નોંધનીય છે કે બંને દીકરીઓ રિયા ધોરણ 12 માં 99.56 ટકા મેળવ્યા હતા જ્યારે રિચા નું ધોરમ 10 નું પરિણામ આવ્યું જેણે 70 ટકા મેળવ્યા છે આમ શિક્ષણ ક્ષેત્રે પણ બંને દીકરી એ કાઠું કાઢ્યું છે 

Location:-dharampur
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.