ETV Bharat / state

કપરાડા નજીક નાળા માટે ખોદવામાં આવેલા ખાડામાં બાઈક ચાલક પડતાં મોતને ભેટ્યો - કપરાડા ન્યૂઝ

બાલચોઢીથી વારણા તરફ જતા મુખ્ય રસ્તા ઉપર કોઠાર ગામે જીરવલ ગામના ત્રણ યુવાનો પોતાની સ્લેન્ડર બાઈક લઈને કામ અર્થે જતા હતા. ત્યારે નાળા કામ માટે ખોડેલા ખાડામાં આંધરામાં પટકાતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે ને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

xz
xz
author img

By

Published : Dec 28, 2020, 10:52 AM IST

  • કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનાં લીધે જીરવલ ગામનો યુવાન મોતને ભેટ્યો
  • અન્ય બે યુવકમાંથી એકનો હાથ ભાગ્યો અને ત્રીજા યુવકને ગંભીર ઈજાઓ થઈ
  • નાળાનું કામ ચાલુ હોવા અંગે ડાઈવર્ઝન અંગે કોઈ સાઈન બોર્ડ ન મુક્તા બની ઘટના

    કપરાડાઃ કપરાડા તાલુકાના કોઠાર ગામનો રસ્તો સાંકડો છે, જે રસ્તો પહોળો અને નવીનીકરણ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા નાળાની કામગીરી ચાલી રહી છે. પરંતુ રસ્તાનું ખોદકામ કર્યા બાદ અન્ય વાહન ચાલકો માટે બીજા રસ્તે જવા માટે કોન્ટ્રાક્ટરે રસ્તા ઉપર રેડ માર્ક તથા સાઈનીંગ પટ્ટી પણ રસ્તા ઉપર લગાડવામાં આવી નથી. કોન્ટ્રાકટર સાઈનીંગ બોર્ડ પણ મુકવાનું ચુકી જતા જીરવલ ગામના યુવાનો ઊંડા ખાડામાં મોટર સાયકલ સાથે પટકાયા હતાં. જે ત્રણ યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળ ઉપર કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ છે.

    યુવાનોની બાઈક ખાડામાં ખાબકી

    બાલચોઢીથી વારણા તરફ જતા મુખ્ય રસ્તા ઉપર કોઠાર ગામે જીરવલ ગામના ત્રણ યુવાનો પોતાની સ્લેન્ડર બાઈક લઈને કામકાજ માટે ઘરેથી નીકળી કોઠાર તરફ જતા હતા. તે વખતે રસ્તા ઉપર નાળા બનાવવા માટે ખોદેલા ખાડામાં બાઈક સાથે ત્રણ યુવાનો પડી જતા અકસ્માત સર્જાયો હતો. ત્રણ યુવાનો પૈકી એક યુવાન જગદીશભાઈ નગીનભાઈ તુમડા ઉંમર વર્ષ 19ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેનું ઘટના સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે મનોજભાઈ વળવીનો હાથ ભાંગી ગયો હતો, તેમજ પ્રવેશભાઈ વળવીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
    Etv Bharat
    નાળા માટે ખોદવામાં આવેલા ખાડામાં બાઈક ચાલક પડતાં મોતને ભેટ્યો

    સ્થાનિકોએ 108ને ફોન કરી જાણકારી આપતા હોસ્પિટલ ખસેડાયા

    ત્રણેય યુવાનોને સ્થાનિક લોકોએ 108 મારફતે રેફરલ હોસ્પિટલ નાનાપોઢા ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જોકે મનોજભાઈને વધુ ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વધુ સારવાર અર્થે ધરમપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જયારે જગદીશભાઈ નગીનભાઈ તુમડાંનું પીએમ કરાવી મૃતદેહને પરીવારજનોને સોંપવામાં આવી હતી. આ ઘટનાની આગળની તપાસ નાનાપોંઢા પોલીસ મથકના જમાદાર ગૌતમભાઈ કરી રહ્યા છે.

કપરાડા જેવા ગ્રામીણ અને અંતરિયાળ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના કર્યો કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી નિયમોનું પાલન કરતું ન હોય ત્યારે આવી ઘટનાઓ જ તેમની પોલ ખુલ્લી કરે છે. જોકે આ ઘટના માં યુવકોમાં એક યુવક મોતને ભેટ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.