ETV Bharat / state

વલસાડમાં મેધરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી - Gujarat rains

વલસાડ જિલ્લાના વાપીમાં આ વર્ષે ચોમાસુ બેસી ગયા બાદ પણ વરસાદી માહોલ જામ્યો નથી. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે ગુજરાતના ચેરાપુંજી કહેવાતા જિલ્લામાં સતત ખેંચાઈ રહેલા વરસાદને કારણે લોકોમાં દુષ્કાળની દહેશત ઉભી થઇ છે. ત્યારે બુધવારે વાપી સહિતના પંથકમાં મેઘરાજાએ પોતાના અમીછાંટણા કર્યા હતાં, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

he arrival of rains in Vapi
વાપીમાં મેધરાજાના આગમનથી વાતાવરણમાં ઠડક પ્રસરી
author img

By

Published : Jun 24, 2020, 5:40 PM IST

વલસાડઃ જિલ્લાના વાપીમાં આ વર્ષે ચોમાસુ બેસી ગયા બાદ પણ વરસાદી માહોલ જામ્યો નથી. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. જ્યારે ગુજરાતના ચેરાપુંજી કહેવાતા જિલ્લામાં સતત ખેંચાઈ રહેલા વરસાદને કારણે લોકોમાં દુષ્કાળની દહેશત ઉભી થઇ છે. ત્યારે બુધવારે વાપી સહિતના પંથકમાં મેઘરાજાએ પોતાના અમીછાંટણા કર્યા હતાં. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વાપીમાં મેધરાજાના આગમનથી વાતાવરણમાં ઠડક પ્રસરી

જિલ્લામાં દર વર્ષે 24મી જૂન સુધીમાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો હોય છે, પરંતુ આ વખતે આ આંકડો 5 ઇંચ પર પણ પહોંચ્યો નથી. વલસાડ જિલ્લો ગુજરાતનો ચેરાપૂંજી કહેવાય છે. જિલ્લામાં આ વખતે નોંધપાત્ર વરસાદ સિવાય વરસાદી માહોલ જામ્યો નથી. લોકો ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ત્યારે બુધવારે બપોરે મેઘરાજાએ વાપી વિસ્તારમાં પોતાના આગમનની છડી પોકારી હતી.

the-arrival-of-rains-in-vapi
વલસાડમાં મેધરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાપીમાં બુધવારે અડધો કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ધીમીધારે વરસાદ વરસતા ઠંડકનું મોજું પ્રસર્યું હતું. લોકોએ વરસાદમાં ભીંજાવાની મોજ માણી હતી, ત્યારે વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનની અવરજવર પણ ઘટી હતી.

લોકોએ વરસાદથી બચવા માર્ગ પર ચા-નાસ્તાની છાપરા વાળી દુકાનોમાં આશરો લીધો હતો. જો કે અડધો કલાક વરસેલા વરસાદથી શરૂઆતમાં પ્રસરેલા ઠંડક ભર્યા વાતાવરણ બાદ ફરીથી ઉકળાટ નીકળતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ દુષ્કાળગ્રસ્ત પ્રદેશ કહેવાય છે જ્યારે વલસાડ જિલ્લામાં ચોમાસામાં સરેરાશ 100 ઇંચથી વધુ વરસાદ વરસે છે. જેમાં કેટલાક વર્ષોથી સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને જોતા હવે આ વિસ્તારમાં પણ લોકોમાં દુષ્કાળની દહેશત પ્રવર્તી રહી છે. ડાંગરની ખેતી કરતા ખેડૂતોને આ ચિંતા વધુ સતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.