ETV Bharat / state

કપરાડા તાલુકા પંચાયતની સુખાલા બેઠક ઉપર કોંગ્રેસના 22 વર્ષીય યુવા ઉમેદવારનો વિજય

author img

By

Published : Mar 2, 2021, 7:35 PM IST

કપરાડા તાલુકા પંચાયતની 30 અને જિલ્લા પંચાયતની 7 બેઠક પૈકી આજે મંગળવારે મતગણતરી શરૂ થતાં જિલ્લા પંચાયતની 6 ભાજપ અને 1 કોંગ્રેસ જ્યારે તાલુકા પંચાયતની 30 બેઠક ઉપર 24 બેઠક ઉપર બીજેપી, જ્યારે 1 અપક્ષ અને 5 કોંગ્રેસે કબ્જે કરી છે. તાલુકા પંચાયતની સુખાલા બેઠક ઉપર 22 વર્ષીય યુવતીને કોંગ્રેસ પક્ષથી ચૂંટણી લડી હતી. આજે મંગળવારે 22 વર્ષીય યુવતીનો કુંજાલી પટેલનો વિજય થયો હતો. કુંજાલીએ જણાવ્યું કે, આ વિજય માત્ર તેના મતદારોનો વિશ્વાસ છે.

કોંગ્રેસના 22 વર્ષીય યુવા ઉમેદવારનો વિજય

  • કપરાડામાં 24 ભાજપ, 5 કોંગ્રેસ, 1 અપક્ષ મળી 30 તાલુકા પંચાયત
  • જિલ્લા પંચાયતમાં 6 ભાજપ, 1 કોંગ્રેસે મેળવી
  • કોંગ્રેસની 22 વર્ષીય ઉમેદવારનો વિજય

વલસાડ: જિલ્લાના કપરાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આજે મંગળવારે ચૂંટણી પરિણામ સરકારી વિનયન કૉલેજમાં વહેલી સવારથી શરૂ થયું હતું. પ્રથમ પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ EVMની ગણતરી શરૂ કરવામાં આવી હતી. જો કે, તાલુકા પંચાયતની 5 બેઠકો પૈકી 24 બેઠક ભારતીય જનતા પાર્ટી મેળવી હતી, જ્યારે 5 બેઠક કોંગ્રેસે મેળવી હતી, તો 1 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આમ બેઠકો ઉપર 24 બેઠકો પર ભગવો લહેરાયો હતો. સુખાલા તાલુકા પંચાયતની બેઠક ઉપરથી 22 વર્ષીય કોંગ્રેસના ઉમેદવાર 3,025 મત મેળવીને આ ભવ્ય વિજય મેળવ્યો છે.

જીતનો શ્રેય મતદારોને આપ્યો

સુખાલા તાલુકા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના 22 વર્ષીય ઉમેદવાર કુંજાલી દિપકભાઈ પટેલને 3,025 જ્યારે ભાજપના પાર્વતીબેન ગોપાલભાઈ પટેલને 2,328 મતો મળ્યા હતા. કુંજાલી પટેલે જણાવ્યું કે, આગામી દિવસમાં તેઓ વિકાસના મુદ્દાઓને ધ્યાને લઈને શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવા માટે તત્પર રહેશે તેમ જ સ્થાનિક પ્રશ્નોને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેશે. આમ, કપરાડા તાલુકાના સુખાલા તાલુકા પંચાયત કોંગ્રેસે નવા ચહેરાને આપેલી તક સફળ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.