વલસાડ નગરપાલિકાની બાજુમાં આવેલી સેન્ટ્રલ બેંકમાં હંગામી કર્મચારી રાજેસીંગ ગીરાસે કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અનેક પ્રશ્નો ઉઠવા છે. બેંકમાં ચાલુ કામકાજ દરમ્યાન બનેલી ઘટનાને લઈને બેંક કર્મચારીઓ પણ શંકાના દાયરામાં છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મૃતકે પોતે આપઘાત કરશે તેમ પોતાના મિત્ર જયેશને ફોન કરી જાણ કરી હતી.
જેને લઈને જયેશે પૂછતાં જણાવ્યું હતું તેઓ ઘણા પરેશાન છે અને તેથી આ પગલું ભરે છે.આ સમગ્ર મામલે આપઘાત કેમ કર્યો એ કારણ હજી અંકબંધ છે.ભરચક બજારમાં આવેલી બેંકમાં બનેલી આત્મહત્યાની આવી ઘટનાને પગલે ભારે ચકચાર મચ્યો છે,જોકે ઘટના બાબતે વલસાડ સિટી પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.